News Continuous Bureau | Mumbai
ઉનાળા(summer)માં આગામી દિવસમાં વીજળીની(Electricity) ડિમાન્ડ વધવાની છે ત્યારે જ મહારાષ્ટ્ર(Maharashtra) ગંભીર વીજ કટોકટી(power shortage)નો સામનો કરી રહ્યુ છે. રાજ્યના અનેક જિલ્લામાં આઠ કલાક સુધીનું લોડ શેડિંગ(load shedding) ચાલી રહ્યું છે. વીજ કટોકટી માટે કોલસા(coal shortage)ની અછતને કારણે માનવામાં આવી રહ્યુ છે ત્યારે રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારે(Deputy CM Ajit Pawar) વિદેશથી કોલાસો આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહ્યું છે.
મહારાષ્ટ્રમાં વીજળીની ગંભીર કટોકટી સર્જાઈ છે. કોલસાની પણ અછત સર્જાઈ છે ત્યારે અજીત પવારે કહ્યું હતું કે દેશના ઘણા રાજ્યોમાં પૂરતો કોલસો મળતો નથી. રાજનીતિ કરવાનો વિષય નથી, પરંતુ કોલસાની અછત છે એ હકીકત છે. લોડ શેડિંગ(Load shedding) મુદ્દે કેબિનેટની બેઠક મળી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav thackeray) જાતે દર અઠવાડિયે તેની સમીક્ષા કરવાના છે. કોલસા(Coal)ની અછતને કારણે વિદેશમાંથી કોલસો આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ રાજ્ય સરકાર છત્તીસગઢમાં કોલસાની ખાણ લેવાનો પણ પ્રયાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુદ્દે રાણા દંપતીને પોલીસે જારી કરી નોટિસ, આપી આ ચેતવણી..
કોલસાની અછતને મુદ્દે અજીત પવારે(Ajit Pawar) કહ્યું હતું કે લોડ શેડિંગ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર છત્તીસગઢમાં કોલસાની ખરીદી માટે પ્રયાસો કરી રહી છે. છત્તીસગઢમાં કોંગ્રેસ મનની સરકાર છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી(congress Sonia Gandhi)એ પણ છત્તીસગઢ સરકારને આ બાબતે મદદ કરવા કહ્યું છે.