News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાકે દિવસોથી ચાલતા રશિયા અને યૂક્રેન યુદ્વ(Ukrain Russia war)નો સંગ્રામ હવે મહાસંગ્રામમાં તબદીલ થઇ ગયો છે.
રાષ્ટ્રપતિ પુતિને (President Vladimir Putin)એલાન કર્યું છે કે, યુક્રેન(Ukraine)ના મારિપોલ શહેર(Mariupol)ને સ્વતંત્ર કરવામાં આવ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(President Vladimir Putin) જાહેરાત કરી છે કે, યુક્રેનિયન શહેર મારીઉપોલને "સફળતાપૂર્વક સ્વતંત્ર" કરાઈ દેવામાં આવ્યું છે.
જોકે પુતિને પોતાની સેના(Russian Army)ને કહ્યું છે કે શહેરમાં યુક્રેનના છેલ્લા ગઢ એઝોવસ્ટલ પર હુમલો ન કરે.
રાષ્ટ્રપતિ પુતિને રક્ષા મંત્રી તરફથી મળેલી જાણકારી મળ્યા બાદ પોતાના સૈનિકોની પીઠ થપથપાવી હતી.
ઉલ્લેખનીય છે કે, જ્યારે આ યુદ્વની શરુઆત થઇ હતી ત્યારે મારિઉપોલ શહેરને ખૂબ નુકસાન થયુ હતુ.
આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં ઈંધણની કટોકટી. અહીં પેટ્રોલના ભાવમાં સીધો રૂ.84નો તોતિંગ વધારો,જાણો કેટલામાં મળે છે એક લીટર તેલ