News Continuous Bureau | Mumbai
80ના દાયકામાં નાના પડદા પર આવેલા ટીવી શો રામાયણ (Ramayan) અને મહાભારતના (Mahabharat) પાત્રોની આજે પણ ચર્ચા થાય છે. આ બંને સિરિયલોમાં કામ કરતા કલાકારોએ પોતાના અભિનયના દમ પર લોકોના દિલમાં પોતાની અમીટ છાપ છોડી છે. તેમાંથી એક છે અભિનેતા સમીર રાજડા (Samir Rajda). સમીર રાજડા આજે એટલે કે 20મી એપ્રિલે તેમનો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યા છે. સમીર એવા કલાકારોમાંથી એક છે જેમણે રામાયણ અને મહાભારત બંને સિરિયલોમાં કામ કર્યું છે. તેમણે રામાયણમાં શત્રુઘ્નનું (Shatrughna) પાત્ર ભજવ્યું હતું. તેમણે હિન્દી ફિલ્મોમાં (Hindi movies) પણ કામ કર્યું છે. તેમના પિતા મુલરાજ રાજડા (Mulraj Rajda) પણ અભિનેતા હતા. રામાયણ સિરિયલ (Ramayan) દ્વારા પિતા-પુત્રની (Father-son) વાસ્તવિક જોડી નાના પડદા પર પણ જોવા મળી હતી. રામાયણમાં રાજા જનકની (Janak Raja) ભૂમિકા મૂળરાજ રાજડા એ ભજવી હતી. તેમજ સમીર ભાઈ એ શત્રુઘ્નનું પાત્ર ભજવ્યું હતું.
સમીર રાજડાને (Samir Rajda) રામાયણ સિરિયલમાં શત્રુઘ્નનું (Shatrughna)પાત્ર ભજવવા માટે આજે પણ યાદ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ભૂમિકા માટે તેઓ પહેલી પસંદ ન હતા? આ વાતનો ખુલાસો સમીર ભાઈ એ પોતે કર્યો હતો. રામાનંદ સાગરના (Ramanand Sagar) જીવન પર આધારિત પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે જણાવ્યું કે આ રોલ માટે તેમને અગાઉ રિજેક્ટ કરવામાં આવ્યા હતા.રામાયણ (Ramayn) સિવાય સમીર ભાઈ મહાભારતમાં (Mahabharat) પણ જોવા મળ્યા છે. આ સિરિયલમાં તેમણે મત્સ્ય દેશના રાજકુમાર ઉત્તરનું (Uttar) પાત્ર ભજવ્યું હતું. લોકોને તેમનું પાત્ર ખૂબ પસંદ આવ્યું હતું. સમીર રાજડા ની જેમ તેમના પિતાએ પણ મહાભારતમાં કામ કર્યું હતું. આ સિરિયલમાં મૂળરાજ રાજડાએ હસ્તિનાપુરના કુલગુરુ ની ભૂમિકા ભજવી હતી.
આ સમાચાર પણ વાંચો : રંગીલા ના ગીતના રિમિક્સ વર્ઝન પર આ અભિનેતા સાથે ડાન્સ કરતી જોવા મળી શ્વેતા તિવારીની પુત્રી પલક, ડાન્સ કલીપ જોઈ યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા
સમીર રાજડા (Samir Rajda) નાના પડદા પર ખૂબ જ એક્ટિવ રહે છે. વર્ષ 2008માં તેમણે સીરિયલ ‘હમારી દેવરાની’ માં પણ કામ કર્યું હતું, જેમાં તેમનો રોલ લોકોને ઘણો પસંદ આવ્યો હતો. હાલ માં તેઓ સોની ટીવી પર પ્રસારિત ક્રાઈમ પેટ્રોલમાં (Crime petrol) જોવા મળી રહ્યા છે. આ શોમાં,તેઓ ઘણા એપિસોડમાં સકારાત્મક અને નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા છે.