191
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં કોરોના નિયંત્રણ(Covid-19)માં આવ્યા બાદ ફરી માથું ઊંચક્યું છે.
દોઢ મહિના બાદ આજે મુંબઈમાં કોરોનાની દૈનિક સંખ્યા(Covid daily case)માં વધારો થયો છે.
સોમવારના 34 આંકડા કરતાં અઢી ગણો છે, મુંબઈમાં આજે કોરોનાના નવા 85 કેસ નોંધાયા છે.
જોકે શહેરમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.
આ ઉપરાંત કોરોનાના 52 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે અને શહેરમાં અત્યારે કોરોનાના સક્રીય 390 દર્દી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાપાલિકા(BMC)એ તાજેતરમાં જ શહેરમાં 3 જમ્બો સેન્ટર(Jumbo covid centre) બંધ કર્યા છે, પરંતુ દિલ્હી પછી મુંબઈમાં પણ કેસ વધતા તંત્ર ચિંતામાં આવી ગયું છે.
આ સમાચાર પણ વાંચો : ચીનમાં કોરોના વકર્યો, સૌથી મોટા શહેરમાં એક જ દિવસમાં આટલા લોકોના નિપજ્યા મોત
You Might Be Interested In