News Continuous Bureau | Mumbai
ભીષણ ગરમીથી તપી રહેલા સમગ્ર ઉત્તર અને મધ્ય ભારત માટે રાહતના સમાચાર છે. આગામી ૧૦ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો આવશે. લૂ ફુંકાવાનું બંધ થશે. જોકે, એપ્રિલના છેલ્લા સપ્તાહમાં ગરમી ફરીથી પ્રચંડ રૂપ દર્શાવવા લાગશે. આશંકા છે કે દેશના અનેક સ્થળો પર તાપમાનના અગાઉના તમામ રેકોર્ડ તૂટી શકે છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, હવામાન એજન્સી સ્કાઇમેટ નું અનુમાન છે કે, ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશમાં આગામી બે સપ્તાહ દરમિયાન વાદળોની અવર-જવર બે-ત્રણ વાર શક્ય છે. વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ તાપમાનમાં ૪-૫ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જાેકે, ૨૩ એપ્રિલ બાદ ગરમી ફરી વધશે. પ.બંગાળ, આસામ, મેઘાલય, નગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશમાં ૧૩થી ૧૬ એપ્રિલ સુધી વરસાદના અણસાર છે. ત્યારબાદ ૧૮ એપ્રિલે ફરીથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તેની અસર ઉત્તરથી મધ્ય ભારત સુધી ૨૨ એપ્રિલ સુધી રહેશે. ૨૩ એપ્રિલ બાદ તાપમાનમાં જાેરદાર વધારો શરૂ થશે.
આ સમાચાર પણ વાંચો : ધરા ધ્રુજી ઉઠી.. આ રાજ્યમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
સ્કાઇમેટના હવામાન વિજ્ઞાની મહેશ પલાવતે જણાવ્યું કે એપ્રિલ અને મે મહિનામાં અરબ સાગર કે બંગાળની ખાડીથી ભેજ લઈને આવી રહેલી હવાઓ દર સપ્તાહે ઓછામાં ઓછી એક વાર મોટી રાહત પહોંચાડશે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને યૂપીમાં ૧૮-૧૯ એપ્રિલે ૪૦ કિમી/કલાકની ઝડપી ધૂળવાળી આંધી આવી શકે છે. આ વિસ્તારમાં ચાલી રહેલી ભીષણ ગરમીનો પ્રકોપ અટકશે.