News Continuous Bureau | Mumbai
ભારત-અમેરિકાની 2+2 સમિટમાં બંને દેશના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓએ આશરે ૧૫૦ મિનિટ વાતચીત કરી હતી. તેમાં બંને દેશનો પરસ્પર વેપાર ૧૫૦ અબજ ડૉલર સુધી લઈ જવાની સંમતિ સધાઈ. અમેરિકા ભારતમાં પરમાણુ, સ્પેસ, સાઈબર સુરક્ષા અને અન્ય અંતરિક્ષ અભિયાનોમાં ૩૦ અબજ ડૉલર (આશરે રૂ. ૨.૨૮ લાખ કરોડ)નું રોકાણ કરશે. આ દરમિયાન યુક્રેન યુદ્ધ, અફઘાનિસ્તાનમાં અસ્થિરતા, આતંકવિરોધી અભિયાન, આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ્સ વેપાર પર સકંજાે કસવા જેવા મુદ્દે વેપાર અને વાણિજ્યિક સમજૂતી મુદ્દે પણ વાત થઈ.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અનુક્રમે અમેરિકન સંરક્ષણ મંત્રી લૉયડ સ્ટિન અને વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેન વચ્ચે થયેલી વાતચીતના એજન્ડામાં બંને દેશ વચ્ચેનો વેપાર ૧૧૩ અબજ ડૉલરથી વધારીને ૧૫૦ અબજ ડૉલર સુધી લઈ જવાનો પણ મુદ્દો હતો. બંને પક્ષ આ મામલે ઘણે અંશે સફળ પણ રહ્યા.
આ સમાચાર પણ વાંચો : હવે સ્વીડન અને ફિનલેન્ડે પણ નાટોમાં જોડાવાના સંકેત આપતા ભડક્યું રશિયા, બંને દેશોને આપી ખુલ્લી આ ધમકી; જાણો વિગતે
આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે, બંને દેશની ભાગીદારી હિંદ અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે મહત્ત્વની છે. આ માટે અમે હિંદ સમુદ્રમાં સુરક્ષા માટે જરૂરી મુદ્દે વાત કરી છે. તો વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, એક સ્વતંત્ર અને સમાવેશક હિંદ-પ્રશાંત ક્ષેત્ર કેવી રીતે બનાવાયું તે પણ અમારા એજન્ડામાં હતું. અમે અફઘાનિસ્તાનમાં અને તેને લગતી ઘટનાઓ વિશે પણ વાત કરી છે.
પરમાણુ ક્ષેત્રે રૂ. 70 હજાર કરોડના કરાર | બંને દેશે પરમાણુ ક્ષેત્રે મહત્વના નિર્ણય લીધા છે. અમેરિકા ભારતમાં રૂ. ૬૦ હજાર કરોડના ખર્ચે છ પરમાણુ રિએક્ટર બનાવશે. આ દિશામાં ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને વૉશિંગ્ટન ઈલેક્ટ્રિક કંપની વચ્ચેની વાતચીત અંતિમ તબક્કામાં છે. ભારતના ઘરેલુ ઉપયોગ અને નિકાસ માટે લઘુ મોડ્યુલર પરમાણુ રિએક્ટર ટેક્નોલોજીના વિકાસ પર રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ થશે.
આ સમાચાર પણ વાંચો : Twitter ખરીદવા માગે છે એલોન મસ્ક, એક શેર માટે આપવા તૈયાર છે આટલી મોટી રકમ; આંકડો જાણીને હોશ ઉડી જશે..
અંતરિક્ષ ક્ષેત્રે ૩૮ હજાર કરોડના રોકાણની યોજના | નાસા-ઈસરોની ભારતમાં ૨૦૨૩માં સિન્થેટિક અપર્ચર રડાર સેટેલાઈટ લૉન્ચ કરવાની યોજના છે. આ માટે સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ પર સંમતિ સધાઈ છે. આ માટે રૂ. ૩૮ હજાર કરોડના રોકાણ હેઠળ સિવિલ સ્પેસ વર્કિંગ ગ્રૂપ હેઠળ બંને દેશ આગળ વધશે.
ક્લાઇમેટ-ક્લિન એનર્જી ક્ષેત્રે રૂ. ૧૫ હજાર કરોડનું રોકાણ | ભારત-અમેરિકા ક્લાઇમેટ એન્ડ ક્લિન એનર્જી એજન્ડા હેઠળ ૨૦૩૦ સુધીનો રોડમેપ બનાવ્યો છે. આ માટે ક્લાઇમેટ એક્શન અને ફાઈનાન્સ મોબિલાઈઝેશન ડાયલોગ, સ્ટ્રેટેજિક ક્લિન એનર્જી પાર્ટનરશિપ હેઠળ રૂ. ૧૫ હજાર કરોડનો ખર્ચ થશે.
એનર્જી ક્ષેત્રે રૂ. ૩૮૦૦ કરોડનો સહયોગ | યુએસ એઇડ અને અન્ય એજન્સીઓ ખાનગી ક્ષેત્ર થકી દક્ષિણ એશિયા રિજનલ એનર્જી પાર્ટનરશિપ અને સ્માર્ટ ગ્રીડ નોલેજ સેન્ટર બનાવશે. અમેરિકા રૂ. ૩૮૦૦ કરોડના ખર્ચે ભારતમાં સોલર પ્લાન્ટ સ્થાપશે અમેરિકા ભારતમાં પહેલીવાર સોલર પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે. આ માટે ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન ભારતમાં રૂ. ૩૮૦૦ કરોડના ખર્ચે સોલર પેનલ પ્લાન્ટ લગાવશે.
આ સમાચાર પણ વાંચો : એનસીબીની મોટી કાર્યવાહી, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 3.98 કિલો હેરોઈન સાથે દક્ષિણ આફ્રિકાના નાગરિકની ધરપકડ કરી, આંતરરાષ્ટ્રીય બજારમાં હેરોઈનની કિંમત છે અધધ આટલા કરોડ રૂપિયા