News Continuous Bureau | Mumbai
પ્લાસ્ટિકના ઉપયોગ(Plastic use) પર્યાવરણ(Environment))ને હાનિકારક છે. મુંબઈ(Mumbai)માં ઓલરેડી સિંગલ યુઝ પ્લાસ્ટિક(Single use Plastic)ના ઉપયોગ પર પ્રતિબંધ(Banned) છે. હવે કેન્દ્ર સરકાર(Central Govt)ના નિર્દેશને પગલે મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Govt) પણ પહેલી જુલાઈથી રાજ્યમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક (Single use Plastic)પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
સરકારના નિર્દેશને પગલે રાજ્યમાં પ્લાસ્ટિકની થેલી(Plastic Bag)ઓ, ડિશ, વાટકા, કાંટા-ચમચા, ખાદ્યપદાર્થ માટેના પેકિંગ માટેના પ્લાસ્ટિકના ઉપયોગ પર અને તેના ઉત્પાદન પર પ્રતિબંધ આવી જશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાને મોડી રાતે આવ્યો હાર્ટ એટેક, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ. એનસીપી પાર્ટીમાં ટેન્શન…
મહારાષ્ટ્રમાં ૨૦૦૬માં પ્લાસ્ટિકના વપરાશ પર પહેલી વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ૨૦૧૮માં પણ સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશને આધારે આ પ્રતિબંધને અમલમાં મૂકવામાં આવશે.