ટ્વિટરમાં સૌથી મોટાં હિસ્સેદાર એલન મસ્કનો આ પદે બેસવાનો ઇનકાર, ખુદ સીઈઓએ કર્યો કર્યો ખુલાસો; જાણો શું છે કારણ

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ટેસ્લા અને સ્પેસ એક્સનાં સીઈઓ એલન મસ્ક સોશિયલ નેટવર્ક ટ્વિટરના બોર્ડમાં નહીં જોડાય. 

ટ્વિટરનાં સીઈઓ પરાગ અગ્રવાલે આ અંગે જણાવ્યું કે, એલન મસ્કે માઇક્રોબ્લોગિંગ સાઈટના બોર્ડમાં ન જોડાવાનો નિર્ણય કર્યો છે. 

સાથે તેમણે એમ પણ કહ્યું એલન મસ્ક ટ્વિટરના સૌથી મોટા શેરહોલ્ડર છે અને કંપની તેમના ઇનપુટ માટે ઓપન રહેશે.

ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો પહેલાં એલન મસ્કે ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો હતો કે જેનાથી તેઓ કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર બન્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આ વિપક્ષી નેતા સર્વાનુમતે ચૂંટાયા નવા પ્રધાનમંત્રી, સંસદમાં થયું વોટિંગ… જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment