News Continuous Bureau | Mumbai
દેશના આગામી વિદેશ સચિવ માટે નેપાળમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાના નામ પર મહોર લાગી ગઈ છે.
તેઓ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃગંલા નું સ્થાન લેશે, જેઓ આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે.
વિદેશ મંત્રાલય દ્વારા આપેલી માહિતી પ્રમાણે કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટીએ નવા વિદેશ સચિવ તરીકે વિનય ક્વાત્રાના નામને મંજૂરી આપી દીધી છે.
વિદેશ સેવામાં 32 વર્ષથી વધુનો અનુભવ રાખનાર વિનય ક્વાત્રા જિનેવામાં ભારતના સ્થાયી મિશન સિવાય ચીન, દક્ષિણ આફ્રિકા અને ઉઝ્બેકિસ્તાનમાં રાજદ્વારી તરીકે પોતાની સેવા આપી ચુક્યા છે.
માનવામાં આવે છે કે ચીન અને અમેરિકા સાથે સંવાદનો ક્વાત્રાને લાંબો અનુભવ છે.
આ ઉપરાંત ક્વાત્રા પ્રધાનમંત્રી કાર્યાલયમાં સંયુક્ત સચિવ પદ પર રહી ચુક્યા છે.
આ સમાચાર પણ વાંચો : સરકારની ચૂંટણી લક્ષી યોજનાઓથી બચીને રહેજો. નહીં તો રાજ્યને શ્રીલંકાની માફક કંગાળ થતા કોઈ નહી રોકી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ વાત. પણ તેઓએ આવું શા માટે કહ્યું? જાણો અહીં.