News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકાની હાલની મુદત સાત માર્ચ 2022ના પૂરી થઈ ગઈ છે. મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ ગઈ છે. શિવસેના કોઈ પણ હિસાબે મુંબઈ મહાનગરપાલિકા પોતાના હાથમાંથી જવા દેવા તૈયાર નથી. તેથી શિવસેના સંચાલિત મહાવિકાસ આઘાડીએ નવી ચાલ રમી હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે, તે મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે જ મુંબઈ મહાગનરપાલિકાની ચૂંટણી યોજવાની યોજના બનાવી રહી છે.
તાજેતરમાં ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યમાં સત્તા મેળવ્યા બાદ ભાજપનો ઉત્સાહ વધી ગયો છે. હવે ભાજપે પોતાની કમર દેશના આર્થિક પાટનગર કહેવાતા મુંબઈની પાલિકાની ચૂંટણી જીતવા કસી છે. જોકે શિવસેના કોઈ પણ હિસાબે પોતાના હાથમાંથી પાલિકાને જતી કરવા તૈયાર નથી. તેથી શિવસેના મુંબઈ મનપાની ચૂંટણી નવેમ્બર સુધી પાછળ ખેંચવાનો ઈરાદો રાખે છે.
આ સમાચાર પણ વાંચો : શોકિંગ!! બોરીવલીમાં કાળજુ કંપાવી નાખનારી ઘટના બની.. દસ રખડતા કુતરાને દિવાલમાં જીવતા ચણી દેવાયાં, પ્રાણીપ્રેમીઓએ સમયસર બચાવી લીધા. પોલીસમાં નોંધાયો ગુનો..
આ સમય દરમિયાન ભાજપનો મુંબઈમાં ઉત્સાહ ઓછો થઈ ગયો હશે, કારણ કે આ જ સમયે દેશના અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. તેથી ભાજપના તમામ સ્ટાર પ્રચારકો ત્યાં વ્યસ્ત હશે અને મુંબઈ પ્રત્યે એટલું ધઅયાન આપી શકશે નહીં એવો શિવસેનાનો અંદાજો છે.
2017ની ચૂંટણીમાં ભાજપ શિવસેનાનથી ફક્ત બે સીટ પાછળ રહી હતી. આ વખતે ભાજપના વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ મુંબઈ મનપાની ચૂંટણી લડવાનો ઈરાદો રાખે છે. જોકે મહાવિકાસ આઘાડી પાલિકાની ચૂંટણી નવેમ્બર સુધી ખેંચી જવા માગે છે. તેથી ભાજપના કેન્દ્રીય નેતાથી લઈને તમામ લોકો અન્ય વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત હશે. તેનો પૂરોપૂરો ફાયદો મુંબઈની પાલિકાની ચૂંટણીમાં મળવાની શિવસેનાની ગણતરી છે.