News Continuous Bureau | Mumbai
બોરીવલીમાં એક આઘાતજનક બનાવ બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મીડિયામાં આવેલા અહેવાલ મુજબ બોરીવલીની સૌથી મોંઘી કહેવાતી સોસાયટીના દિવાલમાં આઠ કૂતરા અને બે ગલુડિયાને રાતોરાત દિવાલ ઊભી કરીને જીવતા ચણી દેવાયા હતા. પ્રાણીપ્રેમીઓએ દીવાલ તોડીને શ્ર્વાનને બચાવી લીધા હોવાનું કહેવાય છે. આ પૂરો બનાવ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હોવાનું કહેવાય છે.
બોરીવલીની સૌથી મોંઘી કહેવાતી સોસાયટીમાં બનેલા આ બનાવ પ્રાણીપ્રેમીઓ ભારે રોષ જોવો મળ્યો હતો. પ્રાણી પ્રેમી મહિલા પૂર્ણિકા શેટ્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર તેના પેજ પર આઠ જીવતા શ્વાન અને બે ગલુડિયાને દિવાલ તોડીને બચાવવામાં આવ્યા હોવાને લગતા વિડિયો પણ અપલોડ કર્યો હોવાનું કહેવામાં આવે છે. બોરીવલીના એમએચબી પોલીસ સ્ટેશનમાં આ સોસાયટીના પદાધિકારીઓ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : પ્રોપર્ટી ટેક્સ નહીં ભર્યો તો BMC કરશે આ કાર્યવાહી.. મુંબઈગરાને આપી ચોખ્ખા શબ્દોમાં ચેતવણી. જાણો વિગતે.
બોરીવલીની પ્રાણીપ્રેમી મહિલા લતા કુલકર્ણીએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે રોજ કૂતરા અને બિલાડાઓને ખાવાનું ખવડાવતી પૂર્ણિમા શેટ્ટીને સોમવારના રોજ મુજબ કૂતરા દેખાયા નહોતા. તેણે આજુબાજુ તપાસ કરતા તેને કૂતરા દેખાયા નહોતા. બધી જગ્યાએ તપાસ કરતા આ સોસાયટીના પોડિયમ પાર્કિંગ ઉપર સ્લેબ પર રોજ કૂતરાઓ બેસતા હોય છે, ત્યાં તેને પોડિયમની ઉપર સ્લેબ ઉપર રાતોરાત દિવાલ બાંધી દેવામાં આવી હોવાનું જણાયું હતું.
પૂર્ણિમા શેટ્ટીએ એક મિડિયા હાઉસને જણાવ્યા મુજબ સોમવારે સવારે તેને કૂતરા દેખાયા નહોતા. આ કૂતરાઓ રોજ આ બિલ્ડિંગના બેઝમેન્ટમાં નાના પેસેજ પર બેસતા હતા. સોસાયટીના લોકોએ રાતોરાત અહીં દિવાલ ઊભી કરી નાખતા તેને થોડી શંકા તો ગઈ હતી. એટલે કૂતરા નહીં દેખાતા તેણે કૂતરાને અવાજ આપીને બોલાવ્યા હતા. સામે પક્ષે દિવાલ પાછળથી કૂતરાનો ભોંકવાનો અવાજ આવ્યો હતો. તેથી બાબતે વોચમેનને પૂછવામાં આવતા તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. તેથી તેણે અન્ય લોકોની મદદ લઈને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આવ્યા બાદ દિવાલ તોડીને કૂતરા અને ગલુડિયાને બહાર કાઢ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર.. મુંબઈ 100 ટકા કોરોના મુક્તિની દિશામાં.. સક્રિય દર્દીઓમાં આટલા ટકા દર્દીઓ લક્ષણો વગરના; જાણો વિગતે
Inhumane act by human put mother dog and puppies in wall and blocked them to die
I can see Tim Tim eyes of puppies..kudos to animal activist
CLUB AQUARIA, Devidas Rd, LIC Colony, Borivali West, Mumbai, Maharashtra 400103 pic.twitter.com/rrEyVeDses— Madhu Chanda (@avc_201) March 28, 2022
આ બનાવ બાદ પ્રાણીપ્રેમી મહિલાઓએ સોસાયટીના મેનેજમેન્ટ સામે પોલીસમાં એફઆઈઆર નોધાવી હતી.
લતા કુલકર્ણીના જણાવ્યા મુજબ રાતોરાત ઊભી કરેલી દિવાલ પાલિકાની મંજૂરી લઈને બાંધવામાં આવી હતી શું? એવો સવાલ સોસાયટીને કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ આ બાબતે કોઈ સમાધાનકારક જવાબ આપી શક્યા નહોતા. એટલે તેઓએ ગેરકાયદે રીતે દીવાલ ઊભી કરી નાખી હતી. તેથી પાલિકામાં પણ ફરિયાદ નોંધાવાનો ઈરાદો છે.