214
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
23મી માર્ચે ભારતના ટોચના બિઝનેસ ગ્રુપ હિરો મોટોકોર્પ પર IT વિભાગના સર્ચ ઓપરેશનમાં અંદાજે રૂ. 1000 કરોડના ખોટા વ્યવહાર પકડાયા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ IT વિભાગને હીરો મોટોકોર્પના વિવિધ ઠેકાણાંના દરોડામાં 1000 કરોડના બોગસ ખર્ચ બતાવ્યા છે.
સાથે જ દિલ્હી ના છતરપુર ફાર્મહાઉસ માટે 100 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે.
જોકે કંપનીએ કહ્યું છે કે નકલી ખર્ચ દેખાડવાના સમાચાર અમે નકારીએ છીએ.
IT તપાસ પૂરી થવા પર એક્સચેન્જને જાણકારી આપીશુ
ઉલ્લેખનીય છે કે આઇટી વિભાગે 23 માર્ચે હીરો મોટોકોર્પ અને તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પવન મુંજાલ પર દિલ્હી એનસીઆરમાં અનેક સ્થળોએ સર્ચ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી, જે 26 માર્ચે પૂરી થઈ હતી.
સર્ચ ઓપરેશનમાં દિલ્હી એનસીઆરમાં અલગ-અલગ કુલ 40 સ્થળોએ આઈટી વિભાગે સપાટો બોલાવ્યો હતો.
You Might Be Interested In