News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરના 19 સૌથી વધુ ભીડ ધરાવતા સ્ટેશનોનો 947 કરોડ રૂપિયાના ખર્ચે પુર્નવિકાસ કરવાની યોજના સરકારે મંજૂર કરી છે. આગામી 16 મહિનામાં આ કામ પૂરું કરવાનો સરકારે લક્ષ્યાંક રાખ્યો હોવાનો દાવો એક મીડિયા હાઉસે કર્યો છે.
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં કોરોના પહેલા રોજના 70થી 80 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. પીક અવર્સમાં રેલવે સ્ટેશનો પર ભારે ભીડ રહેતી હોય છે. સ્ટેશનો પર થતી ભીડને નિયંત્રણમાં રાખવા માટે હવે સ્ટેશનો પર એક માળાના સ્ટેશન તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : સાર્વજનિક સ્થળે તલવાર હાથમાં લેનારા મહાવિકાસ આઘાડીના આ બે પ્રધાન સામે પોલીસમાં નોંધાયો ગુનો.. જાણો વિગતે
સરકાર આ પ્રોજેક્ટ પાછળ 947 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આગામી 16 મહિનામાં આ કામ પૂરું થશે. મુંબઈના અત્યંત ભીડ ધરાવતા 19 સ્ટેશનનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.