News Continuous Bureau | Mumbai
એક તરફ મહાવિકાસ આઘાડી પર્યાવરણના જતન માટે મોટા મોટા દાવા કરી રહી છે. તો બીજી તરફ ખુલ્લેઆમ મુંબઈમાં અનેક જગ્યાએ પર્યાવરણનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે.
મુંબઈના પશ્ચિમ ઉપનગર દહિસરના સ્થાનિક રહેવાસીઓના બનેલા દહીસર રેસિડન્ટ ફોરમે તાજેતરમાં એવી ફરિયાદ કરી છે કે દહિસરમાં સતત બે અઠવાડિયાથી મેનગ્રોવ્ઝમાં આગ લાગી છે. આ બાબતે અનેક વખત સરકારી એજન્સીઓને ફરિયાદ કર્યા બાદ પણ આગ લગાડનારા સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસ પણ શરૂ કરશે પોતાનો સ્ટોર. વેચશે કપડા, ટોપી અને પરફ્યુમ જેવો સામાન; જમા થનારા ભંડોળમાથી કરશે આ કામ..જાણો વિગતે
મુંબઈના પશ્ચિમ ઉપનગર દહિસરના સ્થાનિક રહેવાસીઓના બનેલા દહીસર રેસિડન્ટ ફોરમે સોશિયલ મીડિયા ટ્વીટર પર એવી ફરિયાદ કરતી ટ્વીટ કરી છે કે દહિસરમાં સતત બે અઠવાડિયાથી મેનગ્રોવ્ઝમાં આગ લાગી છે. આ બાબતે તેઓએ ટ્વીટર પર તેનો વીડિયો પણ અપલોડ કર્યો છે.
Mangroves on fire in Mumbai since two weeks. Multiple complaints yet no action by Government. pic.twitter.com/3ssVxhr1TK
— Dahisar Residents Forum (@DahisarF) March 26, 2022
સોશિયલ મીડિયા ટ્વીટર પર અમુક લોકોએ કોઈ સ્થાનિક બિલ્ડરનો હાથ મેનગ્રોવ્ઝમાં લાગેલી આગ પાછળ હોવાની શંકા પણ વ્યક્ત કરી છે.
દહીસર રેસિડન્ટ ફોરમે સોશિયલ મિડિયા ટ્વીટર પર મેનગ્રોવ્ઝમાં લાગેલી આગનો વિડીયો પણ નાખ્યો છે અને આ સોશિયલ મિડિયા પર તેમણે રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને પણ ટેગ કર્યા છે.