News Continuous Bureau | Mumbai
મુંબઈના મલાડ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં માલવણી ક્રમાંક છ પાસે મુંબઈ મહાનગરપાલિકાએ જે નાળું બનાવ્યું છે તેની દિવાલ ખુલ્લી રહી જવા પામી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોમાસા નો કચરો બહાર કાઢવા માટે આ દીવાલ ખુલ્લી રાખવામાં આવી હતી. પરંતુ શુક્રવારે રાત્રે અહીં એક દુર્ઘટના સર્જાઈ. બાઇક ઉપર પસાર થઇ રહેલો એક સ્થાનિક યુવક બાઇક સહિત નાળામાં પડી ગયો. જોકે આ ઘટના સમયે અનેક લોકો ત્યાં મોજૂદ હોવાને કારણે તે વ્યક્તિને બાઈક સહિત બહાર કાઢી લેવામાં આવ્યો જેને કારણે તેના પ્રાણ બચી ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જુઓ વિડિયો.
આ સમાચાર પણ વાંચો : જાણો સેન્ટ્રલ રેલવેના એવા ટી.સી. વિશે જેણે રેલવેને એક વર્ષમાં,એક કરોડ રૂપિયા કમાવી આપ્યા.ચારે તરફ વાહવાહી થઈ રહી છે.
#મલાડના #માલવણી વિસ્તારમાં #નાળા ની #દિવાલ ન બાંધવાને કારણે એક વ્યક્તિ #બાઇક સહિત નાળા માં પડી ગઈ. જુઓ ચોંકાવનારો #વીડિયો..#malad #malavani #BMC #cctvcamera #cctvfootage #watchvideo pic.twitter.com/WnVIzXEhn1
— news continuous (@NewsContinuous) March 26, 2022