News Continuous Bureau | Mumbai.
ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં માત્ર છ દિવસનો સમય બચ્યો છે, ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના નિર્ધારિત કરેલો પ્રોપર્ટી ટેક્સ લોકો પાસેથી વસૂલ કરી શકી નથી. ચાલુ નાણાકીય વર્ષમાં પાલિકે 6,000 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.
પાલિકાના એસેસમેન્ટ ખાતાના જણાવ્યા મુજબ 23 માર્ચ 2022 સુધી પાલિકા ફક્ત 4852.91 કરોડ રૂપિયા જેટલો જ પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી છે. આ સમયગાળામાં ગયા વર્ષ કરતા 751 કરોડ રૂપિયા વધુ વસૂલ કર્યા છે, છતાં પોતાનો લક્ષ્યાંક પૂરો કરવામાં સફળ થઈ શકી નથી.
આ સમાચાર પણ વાંચો : લો બોલો!! માત્ર 42 વર્ષમાં આ ચોરટાએ જેલ જવામાં પણ હાફ સેન્ચુરી કરી.. જાણો વિગતે
ચાલુ વર્ષમાં ટેક્સ વસૂલીનું લક્ષ્યાંક 1,000 કરોડ રૂપિયાથી ઘટાડી દીધી હતું અને 2021-22 માટે 6,000 કરોડ રૂપિયાનું લક્ષ્યાંક રાખ્યું છે. હવે વર્ષ પૂરું થવામાં ગણીને અઠવાડિયાનો સમય બચ્યો છે ત્યારે પાલિકાના અધિકારીના કહેવા મુજબ છેલ્લા દિવસે ટેક્સ ભરનારાઓની સંખ્યા મોટી હોય છે. તેથી અઠવાડિયામાં મોટાભાગનો ટેક્સ વસૂલ થઈ જશે એવી આશા છે.
અહીં ઉલ્લેખનીય છે કે પ્રોપર્ટી ટેક્સ વસૂલી માટે ગયેલા પાલિકાના અધિકારી અને કર્મચારીને ગુરુવારે ફોર્ટમાં એક કંપનીના માલિક દ્વારા માર મારવામાં આવ્યા હતા. આરોપી સામે માતા રમાબાઈ આંબેડકર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.