News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં લોકોની નજરમાં છે. ચાહકો તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માં તેના અભિનય ના જોરદાર વખાણ કરી રહ્યા છે. તાજેતરમાં, તેણે માલદીવમાં તેના પરિવાર સાથે તેનો 29મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન આલિયા ભટ્ટનો એક પાર્ટી લુક સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહ્યો છે. તેનો લેટેસ્ટ લુક એટલો ક્યૂટ છે કે દરેક તેના વખાણ કરી રહ્યા છે.
આ તસવીરોમાં આલિયા ભટ્ટ એકદમ નવા અંદાજમાં જોવા મળી રહી છે. તેણીએ ફ્લોરલ પ્રિન્ટ રેડ બોડીકોન ઓફ શોલ્ડર ડ્રેસ અને તેની સાથે તેવી જ પ્રિન્ટ બ્લેઝર પહેર્યું છે.
તેણીએ તેના ડીપ નેક ઓફ શોલ્ડર ડ્રેસને ફ્લોન્ટ કરવામાં કોઈ કસર છોડી ન હતી, આલિયાએ આ ફોટોશૂટમાં ઘણા પોઝ આપ્યા હતા.
આ તસવીરોમાં આલિયાની સુંદરતા સામે આવી રહી છે.
તમને જણાવી દઈએ કે આલિયાએ ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં આ ડ્રેસમાં હાજરી આપી હતી.