News Continuous Bureau | Mumbai
ટીવીનો નંબર વન શો ‘અનુપમા’ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ શોના મુખ્ય પાત્રો અનુપમા, વનરાજ અને અનુજ ઉપરાંત અન્ય કલાકારો પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. આ દિવસોમાં અનુજ અને અનુપમાના સંબંધોની નવી શરૂઆત બતાવવામાં આવી રહી છે. બીજી તરફ અનુજની બહેન માલવિકા એટલે કે મુક્કુ શોમાંથી ગાયબ છે. અનેરી વજાણીની ગેરહાજરીને કારણે દર્શકોના મનમાં વિવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે.દરમિયાન ખુદ અનેરીએ તેની ગેરહાજરીનું કારણ જણાવ્યું છે.
અનેરી એ જણાવ્યું કે, અનુપમા શોમાં તેણીનો કેમિયો હતો, હાલમાં શોમાં તેનો ટ્રેક પૂરો થઈ ગયો છે, તેથી તે શો માટે શૂટિંગ કરી રહી નથી. અભિનેત્રીએ જણાવ્યું કે સ્ટોરી મુજબ તેના અને વનરાજ વચ્ચેના વધતા સંબંધો દર્શકોને પસંદ આવ્યા ન હતા. તે તેમના સંબંધોને સ્વીકારવા માંગતા ન હતા, તેથી તેનું પાત્ર હાલ માટે સમાપ્ત કરવામાં આવ્યું છે.અનેરીએ એ પણ જણાવ્યું કે જ્યારે તે શોમાં આવી ત્યારે લોકોએ તેને ખૂબ પસંદ કરી. પરંતુ દર્શકો માલવિકા અને વનરાજના પ્રેમને પચાવી ના શક્યા. આ શો અનુપમાનો છે અને તે તેનું મુખ્ય પાત્ર છે.અભિનેત્રીએ કહ્યું કે આ આખો શો અનુપમાની દુનિયા છે અને તે આ શોની કાયમી સભ્ય બની શકે છે. તે શરૂઆતથી જ જાણતી હતી કે તેનું પાત્ર કેમિયો છે, તેથી તેને જે રોલ આપવામાં આવ્યો છે તેનાથી તે ખુશ છે. તેણે વધુમાં કહ્યું કે મેં પહેલીવાર કેમિયો કર્યો છે. હવે તે મુખ્ય પાત્ર ભજવવા માંગે છે અને ટૂંક સમયમાં ફરીથી ટીવી પર જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો: શું રશ્મિ દેસાઈ કંગના રનૌતની અત્યાચારી જેલ એટલે કે ‘લોક-અપ’ નો ભાગ બનશે? ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા; જાણો વિગત
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં શોમાં હોળીનો ટ્રેક ચાલી રહ્યો છે. અનુજ બા, વનરાજ અને કાવ્યાને ઝેરી કહે છે. જોકે, બાપુજી તેની સ્થિતિ સમજીને તેને સંભાળવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ બા અનુપમા ને કહે છે કે દાદી ના લગ્ન ના થઇ શકે તેથી તે અનુજ ને લગ્ન માટે ના પડી દે.આ સાંભળી ને અનુપમા ખુબ દુઃખી થઇ જાય છે. ડાન્સ એકેડેમી માં અનુજ અનુપમા ને મળે છે અને તેની સાથે વાત કરવા માંગે છે પરંતુ અનુપમા તેની સાથે વાત કરવાની ના પાડી દે છે. અનુજ દુઃખી થઇ ને ત્યાંથી જતો રહે છે. હવે જોવાનું એ રહેશે કે શું બા ની વાત માની ને અનુપમા અનુજ ને લગ્ન માટે ના પાડશે કે પછી બા ની વાત ની અવગણના કરીને તે અનુજ સાથે લગ્ન કરવા તૈયાર થશે! તે તો આવનાર એપિસોડ માં જ ખબર પડશે.