News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપવો એક મુસ્લિમ મહિલાને ભારે પડ્યું છે. ભાજપના પ્રેમમાં બરેલીની આ મહિલાનું ઘર ભાંગી ગયું હોવાનો ગણણગાટ થઈ રહ્યો છે. તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી છે અને હવે ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાની ધમકી આપી રહ્યો છે એવી ફરિયાદ તેણે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
પીડિત મહિલાએ એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. તેણે પોલીસને કરેલી ફરિયાદ બાદ પોલીસે તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ કેસ નોંધી તપાસ ચાલુ કરી છે. આ બનાવની નોંધ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ લીધી છે અને મહિલાના પતિ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે કહ્યુ છે. તેમ જ તેનો રિપોર્ટ સાત દિવસમાં આપવા કહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, તેમની કિડની માત્ર 13 ટકા કરી રહી છે કામ. આ હોસ્પિટલમાં કરાયા રેફર.. જાણો વિગતે
પીડિત મહિલા ઉઝમા બરેલીના એઝાઝનગર ગૌંટિયાની રહેવાસી છે. તેણે વર્ષ પહેલા તસ્લીમ અંસારી સાથે નિકાહ કર્યા હતા. વિધાનસભાની 14 ફેબ્રુઆરીના ચૂંટણી હતી, તેના બે દિવસ પહેલા તેના પતિના મામાએ આવીને તેને સમાજવાદી પાર્ટીના ઉમેદવારને વોટ આપવા કહ્યું હતું, છતાં તેણે ભાજપને વોટ આપ્યો હતો. ભાજપે મુસ્લિમ મહીલાઓને ટ્રીપલ તલાકથી બચાવી હોવાથી તેણે ભાજપને વોટો આપ્યો હોવાનું કહેતા પતિએ તેને ધમકાવીને ઘરની બહાર કાઢી મૂકી હોવાની ઉઝમાએ પોલીસમાં ફરિયાદ કરી છે. પતિ તેને ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાની ધમકી આપી રહ્યો હોવાનું પણ ઉઝમાએ કહ્યું હતું.