News Continuous Bureau | Mumbai
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી રિસર્ચ અને લક્ઝરી પબ્લિશિંગ ગ્રુપ હુરુન ઈન્ડિયા ૨૦૨૨ની ગ્લોબલ રિચ લિસ્ટ દ્વારા પ્રકાશિત વિશ્વના ટોચના ૧૦ અબજાેપતિઓની યાદીમાં સામેલ થનારા એકમાત્ર ભારતીય છે. ૧૦૩ બિલિયન ડોલરની નેટવર્થ સાથે અંબાણીએ માત્ર 'ભારતના સૌથી ધનિક વ્યક્તિ'નું બિરુદ મેળવવા સાથે એશિયામાં પણ તેમની સંપત્તિમાં ૨૪ ટકાનો વધારો થયો છે. RILના ચેરમેને 'સૌથી ધનાઢ્ય ટેલિકોમ ઉદ્યોગસાહસિક'નો ખિતાબ પણ મેળવ્યો હતો.
હુરુનની યાદી અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 103 અબજ ડોલર (આશરે રૂ. 7,812 અબજ) છે. છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં 20 અબજ ડોલરનો વધારો થયો છે. તે જ સમયે, તે વિશ્વના ટોચના 10 સૌથી ધનિક લોકોની યાદીમાં 9મા નંબર પર છે જ્યારે તે ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.
આ સમાચાર પણ વાંચો : સાવધાન, તમે મોંઘા ભાવે ખરીદીને ખાઈ રહ્યા છો એ બનાવટી હાફૂસનો તો નથી ને.. જાણો વિગતે
દરમિયાન અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અંબાણી કરતાં થોડા પાછળ છે જે યાદીમાં ૧૨મા સૌથી ધનાઢ્ય ઉર્જા ઉદ્યોગસાહસિક તરીકે તેમનું નામ દર્જ કરાવવામાં સફળ રહ્યા છે. અદાણીએ ગયા વર્ષે સૌથી વધુ અસ્કયામતોનો ઉમેરો કર્યો હતો અને તેની કુલ ૮૧ અબજ ડોલરની સંપત્તિમાં ૪૯ અબજ ડોલરનો ઉમેરો કર્યો હતો.
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક દુનિયાના પહેલા નંબરના અમીર બન્યા છે. તેમની કુલ સંપત્તિ 205 અબજ ડોલર થવા જાય છે અને હુરુનની યાદીમાં તેમણે પહેલા નંબરનું સ્થાન મેળવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો, પીએમ મોદીના મહત્વાકાંક્ષી પરિયોજનાઓમાંથી એક કેવડિયા જંગલ સફારીમાં 53 દેશી-વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના થયા મોત, સરકારે આપ્યું કારણ
આ છે દુનિયાના ટોપ 10 અરબપતિ…
(1) એલન મસ્ક ટેસ્લા 205 અબજ ડોલર
(2) જેફ બેઝોસ એમેઝોન 188 અબજ ડોલર
(3) બર્નાર્ડ આર્નોલ્ટ એલવીએમએચ 153 અબજ ડોલર
(4) બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટ 124 અબજ ડોલર
(5) વોરેન બફેટ બર્કશાયર હેથવે 119 અબજ ડોલર
(6) સેર્ગી બ્રિન આલ્ફાબેટ 116 અબજ ડોલર
(7) લેરી પેજ આલ્ફાબેટ 116 અબજ ડોલર
(8) સ્ટીવ બાલ્મર માઇક્રોસોફ્ટ 107 અબજ ડોલર
(9) મુકેશ અંબાણી રિલાયન્સ 103 અબજ ડોલર
(10) બર્ટ્રાન્ડ પોચ એન્ડ ફેમિલી હાર્મોન 103 અબજ ડોલર