News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી બેફામ ડ્રાઇવિંગ કરનારાઓમાં સામે ઝુંબેશ ધરી છે, જેમાં સૌથી વધુ બેફામ ડ્રાઇવિંગ કરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં દક્ષિણ મુંબઈના લોકોનો સમાવેશ થતો હોવાનો મુંબઈ ટ્રાફિક પોલીસના ડેટા પર જણાઈ આવ્યું છે.
મુંબઈ ટ્રાફિક પોલીસે સાત માર્ચથી 11 માર્ચ સુધી ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. જે હેઠળ સૌથી વધુ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ(એફઆઈઆર) નાગપાડા ડિવિઝનમાં 26 નોંધાઈ હતી. ત્યારબાદ બીજા નંબરે દિંડોશી અને દેવનાર ડિવિઝનમાં 22-22 નોંધાઈ હતી. ત્યારબાદ ત્રીજા નંબરે કાલબાદેવી માં 20 અને દાદરમાં 16 નોંધાઈ હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં સસ્તી થશે વોટર ટેક્સી સર્વિસ, ઠાકરે સરકારના આ નિર્ણય બાદ ભાડું થશે ઓછું… જાણો વિગતે
નાગપાડા જંકશનમાં સૌથી વધુ રોન્ગ સાઈડ ડ્રાઈવિંગના કેસ નોંધાયા હતા, જેમાં ફક્ત શુક્રવારના એક જ દિવસમાં 23 એફઆઈઆર નાગપાડામાં નોંધાઈ હતી. એ સિવાય દક્ષિણ મુંબઈના એલ.ટી.માર્ગ પોલીસ સ્ટેશનની હદમાં એટલે કે મુંબઈ પોલીસના મુખ્યાલય સામેનો વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા.