News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુણેમાં ઉદ્ઘાટન કરેલી “નદી સુધાર” યોજના પર મહારાષ્ટ્ર સરકારે બ્રેક લગાવી દીધી છે. તેથી આગામી દિવસમાં ફરી એક વખત રાજ્ય સરકાર વિરુદ્ધ કેન્દ્ર સરકારનો સંઘર્ષ જોવા મળે એવી શક્યતા છે.
વડા પ્રધાને ઉદ્ઘટાન કરેલી “નદી સુધાર” યોજના લગભગ સાત હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ યોજનાનું ગયા અઠવાડિયે પુણેની મુલાકાત દરમિયાન મોદીએ ભૂમિપૂજન કર્યું હતું. ફ્લડિંગ લાઈનમાં થયેલા ફેરફાર અને પર્યાવરણના નિષ્ણાતોએ આ યોજના સામે વાંધો ઉઠાવ્યો હોવાને કારણે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો :લો બોલો! ગુજરાતમાં SBIમાં 70 ટકા નોન-ગુજરાતીઓની ભરતી. નિયમોની ઐસી કી તૈસી…
શનિવારે વોટર રિર્સોસિક મિનિસ્ટર જયંત પાટીલ, પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે, સ્થાનિક વિધાનસભ્ય અને સાંસદ વગેરેની હાજરીમાં મુંબઈમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાબતે એક સમિતિની રચના કરવામાં આવી છે. બુધવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એક બેઠક પણ બોલાવી છે, જેમાં તેમને અહેવાલ સોંપવામાં આવવાનો છે.