News Continuous Bureau | Mumbai
ચોમાસા દરમિયાન રસ્તા પર કાટમાળને કારણે પાણી ભરાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકા (BMC) એલર્ટ થઈ ગઈ છે. મુંબઈમાં જુદી જુદી યુટિલિટીઝ સર્વિસ આપનારી કંપનીઓ રસ્તા અને ફૂટપાથ ખોદયા બાદ તેનો કાટમાળ સમયસર નહીં ઉપાડે તો એવી કંપની સામે પોલીસમાં એફઆઈઆર (FIR) નોંધવાની પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી છે
મુંબઈમાં જુદી જુદી યુટિલિટીઝ સર્વિસ એટલે કે પાઇપલાઇન દ્વારા ગેસ, કેબલ, વીજળી, ટેલિફોન સહિત અનેક સેવા આપનારી કંપનીઓ દ્વારા રસ્તા અને ફૂટપાથ ખોદવામાં આવતા હોય છે. ખોદકામ કર્યા બાદ અનેક વખત કાટમાળ રસ્તા પર પડયો હોય છે. સમયસર કાટમાળ હટાવતી ન હોવાને કારણે ચોમાસામાં તેને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ શકે છે. તેથી કામ થયા બાદ તાત્કાલિક કાટમાળ હટાવ્યો નહીં તો સંબંધિત કંપનીઓ સામે મુંબઈ પોલીસમાં એફઆઈઆર નોંધવાની સૂચના કમિશનરે પાલિકા અધિકારીઓને આપી છે.
આ સમાચાર પણ વાંચો :ઉનાળામાં પણ જોવા મળશે ચોમાસાનો માહોલ, મુંબઈ સહિત મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં આગામી 48 કલાક કમોસમી વરસાદનો વર્તારો: IMDએ જારી કર્યું આ ઍલર્ટ
મુંબઈ મહાનગરપાલિકાની સાત માર્ચના મુદત પૂરી થવાની સાથે જ તેનો કારભાર કમિશનર ઈકબાલસિંહ ચહલના હાથમાં આવી ગયો છે. રાજ્ય સરકારે તેમને પ્રશાસક તરીકે નીમ્યા છે. એ સાથે જ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. ચોમાસા પહેલા પાલિકા અધિકારીઓ અને જુદી જુદી એજેન્સીઓ સાથે ચોમાસા પહેલાની તૈયારી માટે એક બેઠક યોજી હતી, જેમાં સામાન્ય નાગરિકોને ચોમાસા દરમિયાન કોઈ હાલાકી ન થાય તેનું પૂરતું ધ્યાન આપવાની સૂચના આપી હતી, જેમાં ખાસ કરીને વરસાદી પાણી ઠેર ઠેર ભરાય નહીં તેના પર ખાસ ધ્યાન આપવા કહ્યું છે.