ITA એવોર્ડ્સના રેડ કાર્પેટ પર જ્યારે બબીતા ​​અને જેઠાલાલ ટકરાયા ત્યારે બંનેની કેમેસ્ટ્રી જોઈ ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા, વીડિયો થયો વાયરલ, જાણો વિગત, જુઓ વિડીયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 08 માર્ચ  2022          

મંગળવાર

ધ ઈન્ડિયન ટેલિવિઝન એકેડેમી એવોર્ડ્સ માં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા , પરંતુ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠા લાલ અને બબીતા ​​જી એટલે કે દિલીપ જોશી અને મુનમુન દત્તા જ્યારે તેઓ કાર્પેટ પર આવ્યા હતા ત્યારે  બધાની નજર તે બંને પર ટકેલી હતી.શોમાં દિલીપ જોશી અને મુનમુન દત્તા વચ્ચે એક અલગ જ કેમેસ્ટ્રી જોવા મળે છે, પરંતુ આ વખતે શોની બીજી બાજુ ટેલિવિઝન એકેડમી એવોર્ડ્સ દરમિયાન જેઠા લાલ બબીતા ​​જી સાથે ફ્લર્ટ કરતા જોવા મળ્યા હતા.

 

જેઠા લાલ અને બબીતા ​​જીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને રેડ કાર્પેટ પર મળ્યા હતા અને બંને હાથ મિલાવતા જોવા મળે છે.આ દરમિયાન મુનમુન દત્તાને જોયા બાદ દિલીપ જોશીના ચહેરા પરના હાવભાવ જોઈને ચાહકો કહી રહ્યા છે કે જેઠા લાલ રેડ કાર્પેટ પર પણ બબીતા ​​જીને છોડી નથી રહ્યા.તમને જણાવી દઈએ કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું પાત્ર બબીતા ​​જીને પસંદ કરે છે અને તેમની સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કરતા રહે છે.

શું ‘RRR’ પછી, રાજામૌલી પ્રભાસ સાથે બનાવશે ‘બાહુબલી 3’? અભિનેતા એ આપ્યો આ સંકેત

આ  વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'ટપ્પુ કે પાપા આ શું .' અન્ય એક ચાહકે લખ્યું, 'ક્યા જેઠાજી, અહીં પણ બબીતાજી સાથે ફ્લર્ટ.'બીજાએ લખ્યું, 'જેઠા જી, જરા નજીક જાઓ'. અન્ય એ  લખ્યું છે કે, 'જેઠા લાલ શરમાઈ રહ્યા છે'. એકે જેઠાલાલની પત્ની દયા બેનની પંક્તિઓ લખી છે, 'હે માં  માતાજી'. તમને જણાવી દઈએ કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો વર્ષ 2008થી ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં 3,300 એપિસોડ પૂરા કર્યા છે. આ શોમાં અભિનેતા દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર ભજવે છે, જ્યારે અભિનેત્રી મુનમુન દત્તાના પાત્રનું નામ બબીતા ​​જી છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *