IPLનો નવો પ્રોમો રિલીઝ, એમ એસ ધોની ફરી એકવાર નવા લુકમાં દેખાયો; જુઓ વિડિયો, જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ, 2022,          

સોમવાર, 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. સીઝનની પ્રથમ મેચ 26 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. લીગની શરૂઆત પહેલા સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે એક નવો પ્રોમો લોન્ચ કર્યો છે. જેમાં એમએસ ધોની પિતાની ભૂમિકા ભજવતો જોવા મળી રહ્યો છે. પ્રોમોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  

 

વાયરલ થઇ રહેલા આ પ્રોમો વીડિયોમાં એમએસ ધોની પરિવાર સાથે IPL મેચ જોતો જોવા મળે છે. આ દરમિયાન ફોનની રીંગ વાગે છે અને ધોની એક મહિલાને ફોન ઉપાડવા માટે ઈશારો કરે છે, સામે ફોન કરનાર પૂછે છે કે, પિતાજી છે? જેના પર ધોની ઈશારો કરીને કહે છે કે, એમને કહી દો આઉટ થઈ ગયા જે બાદ ફોન પર હાજર મહિલા જોર-જોરથી રડવાની એક્ટિંગ કરે છે અને કહે છે કે, પિતાજી આઉટ થઈ ગયા. ત્યાર બાદ મહિલા પૂછે છે કે, સ્ટ્રાઈક પર કોણ છે ત્યારે ધોની કહે છે કે, માહી છે. આ ટાટા આઈપીએલ છે, આ ગાંડપણ હવે સામાન્ય છે. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રોમોમાં ધોની એક બસ ડ્રાઈવરના ડૅપર લુકમાં જોવા મળે છે, જે દક્ષિણ ભારતીય જેવો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More