મુંબઈના નવા પોલીસ કમિશનરે મુંબઈગરાને આપી ભેટ, મુંબઈમાં આટલા દિવસ વાહનોને ટોંઈગ નહીં કરાશે. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ, 2022,

સોમવાર,

મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડેએ પદનો ભાર સ્વીકાર કરવાની સાથે જ મુંબઈગરાની ફરિયાદનો ઉકેલ લાવવાનું ચાલુ કરી દીધું છે. રસ્તા પર પાર્ક કરવામાં આવતા વાહનોને ખાનગી ટોઈંગ કંપની  દ્વારા ટોઈંગ કરીને મોટી માત્રામાં દંડ વસૂલ કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદો આવી હતી. તેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે એક અઠવાડિયા સુધી મુંબઈમાં કોઈ વાહનોને ટોઈંગ કરવામાં આવશે નહીં એવો આદેશ આપ્યો છે.

મુંબઈમાં ભલે બધું જ 100 ટકા ક્ષમતાએ ખુલ્યું પરંતુ રેલ્વેમાં ટિકિટ સંદર્ભેની આ સેવા બંધ જ રહેશે. જાણો વિગતે. 

રવિવારથી એક અઠવાડિયા સુધી મુંબઈમાં નો-પાર્કિગમાં પાર્ક કરવામાં આવેલા વાહનોને ટ્રાફિક પોલીસ ટોઈંગ કરશે નહી. પ્રાયોગિક ધોરણે એક અઠવાડિયા સુધી આ નિર્ણય અમલમાં રહેશે. તેનો કોઈ રિસ્પોન્સ મળે છે ત્યાર પછી અંતિમ નિર્ણય લઇશું. એવી પોલીસ કમિનશરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જાહેરાત કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે સંજય પાંડેએ પોલીસ કમિશનર પદનો ભાર સ્વીકાર કરવાની સાથે જ મુંબઈગરાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે પોતાનો મોબાઈલ નંબર લખીને મુંબઈગરાને કોઈ પણ તકલીફ હોય કે ફરિયાદ હોય તો તેમના નંબર પર સંપર્ક કરવાની અપીલ કરી હતી. તેમના આ પગલાને મુંબઈગરાને વધાવી લીધું હતું અને તેમના મોબાઈલ પર મુંબઈગરાએ અનેક ફરિયાદો નોંધાવી હતી જેમાની એક વાહનો ટોઈંગ કરીને જવાની હતી. આ ફરિયાદને ધ્યાનમાં રાખીને કમિશનરે આ પગલું લીધું હોવાનું માનવામાં આવે છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More