ન્યુઝ ક્નટીન્યુઝ,
મુંબઈ,૦૫ માર્ચ, ૨૦૨૨
શનિવાર,
ભાજપ દ્વારા પક્ષને સ્થાનિક સ્તરે મજબૂત બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જે હેઠળ ભાજપે મેમ્બરશીપ ડ્રાઈવ હાથ ધરી છે, જેમાં મીરા-ભાયંદરમાં ૫૦ પ્રેક્ટીસ કરતા ડૉકટરો ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.
શુક્રવારે બપોરના મીરા-ભાયંદરમાં પાર્ટીએ ખાસ કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં સ્થાનિક નગરસેવકો, પાર્ટીના કાર્યકર્તાઓની હાજરીમાં સ્થાનિક પાર્ટીના અધ્યક્ષના નેતૃત્વમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.
મીરા-ભાયંદરના સ્થાનિક નેતાના કહેવા મુજબ પક્ષમાં ૫૦ જેટલા ડૉકટરો જોડાવાની સાથે જ પાર્ટીમાં આગામી દિવસમાં ડૉકટર, એડવોકેટ, ચાર્ટડ ઍકાઉન્ટન્ટ, સોશિયલ વર્કર અને યુવા વર્ગ પણ જોડાવવાનો છે.
અહીં ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં મીરા-ભાયંદરમાં પણ પાલિકાની ચૂંટણી થવાની છે ત્યારે ભાજપે અત્યારથી પાલિકામાં સત્તા કબ્જે કરવા કમર કસી લીધી છે, જે હેઠળ તે મહિલાઓથી લઈને સમાજના તમામ ઉચ્ચ શિક્ષિત વર્ગના લોકોને પણ પક્ષમાં સામેલ કરી રહ્યો છે અને તે માટે મેમ્બરશીપ ડ્રાઇવ હાથ ધરી છે.