દુનિયામાં એક એવો દેશ છે જ્યાં સમોસા ખાવા પર પ્રતિબંધ છે, ભૂલેચૂકે ખાશો તો જોવા જેવી થશે… જાણો શું છે કારણ

by Dr. Mayur Parikh
This story about Samosa's origin will break your heart

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 04 માર્ચ, 2022,          

શુક્રવાર,

 સમોસા ભારતમાં એટલા લોકપ્રિય છે કે કોઈ પણ મહેમાન આવે ત્યારે લોકો સૌથી પહેલા સમોસા મંગાવે છે.  દેશમાં તમને ગમે ત્યાં સમોસા તો મળી જ જશે. ભારતમાં કદાચ જ એવું કોઈ હશે જેને સમોસા નહીં ભાવતા હોય. જોકે તમને એ જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એવી પણ એક જગ્યા છે જ્યાં લોકો ભૂલેચૂકે સમોસા ખાઈ શકતા નથી. અહીં સમોસા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે.  

સોમાલિયા એવો દેશ છે જ્યાં ભૂલથી પણ કોઈ સમોસા ખાઈ શકતું નથી. વાત જાણે એમ છે કે આવું સમોસાના વિચિત્ર શેપના કારણે છે. સમોસા ત્રિકોણના આકારમાં હોય છે. મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ્સ મુજબ સોમાલિયામાં એક કટ્ટરપંથી જૂથનું માનવું છે કે સમોસાનું ત્રિકોણાકાર સ્વરૂપ ખ્રિસ્તી સમુદાયની નજીક છે. ક્રિશ્ચન કમ્યુનીટીનાં નજીક છે. તે તેમના પવિત્ર ચિહ્નને મળતો આવે છે. આ કારણોસર સોમાલિયામાં સમોસા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ટ્રાફિકથી તોબા તોબા!! આ કારણથી અંધેરીમાં રસ્તો પાર કરવામાં 10 મિનિટને બદલે લાગે છે 45 મિનિટનો સમય.. જાણો વિગત

સોમાલિયાના લોકો સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા માટે સજાના હકદાર હોય છે. કેટલાક અહેવાલો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સોમાલિયામાં સમોસા પર પ્રતિબંધ છે કારણ કે અહીં ભૂખમરાથી મરેલા  પ્રાણીઓના માંસનો ઉપયોગ સમોસામાં થતો હતો. આ સિવાય એવું પણ કહેવાય છે કે સોમાલિયામાં સમોસાને આક્રમકતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે સમોસા સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. આ સ્વાદિષ્ટ સ્કેનકસ લોટ કે મેંદા સાથે બટેટાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જેને તીખી-મીઠી ચટણી સાથે પીરસવામાં આવે છે.  એવું મનાય છે કે સમોસાની ઉત્પતિ ઉત્તર ભારતમાં થઈ છે. ત્યારબાદ તે સમગ્ર ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશથી થઈને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય બન્યા. 16મી સદીના મુઘલકાળ દસ્તાવેજ આઈને અકબરીમાં પણ સમોસાનો ઉલ્લેખ જોવા મળ્યો છે.  

હેં!! તો સટ્ટાબાજો કરોડો રૂપિયા કમાઈ જશે. આ ક્રિકેટરની સેન્ચ્યુરી માટે લાગ્યો છે કરોડોનો સટ્ટો… જાણો વિગત
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment