ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ 2022
શુક્રવાર
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહેલીવાર સાથે કામ કરતા જોવા મળશે. રિયલ લાઈફમાં પણ બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે. પરંતુ શું તમે જાણો છો કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ પહેલા પણ એક સાથે કામ કરી ચુક્યા છે.જી હા તમે સાચું વાંચ્યું છે .સંજય લીલા ભણસાલીએ આ વિશે જણાવ્યું હતું.આલિયા ભટ્ટ તે સમયે માત્ર 9 વર્ષની હતી જ્યારે તેણે રણબીર કપૂર સાથે કામ કર્યું હતું.
સંજય લીલા ભણસાલીએ કહ્યું, 'જ્યારે તે માત્ર 9 વર્ષની હતી ત્યારે મેં મારા ઘરમાં એક ખૂબ જ શક્તિશાળી વ્યક્તિને પગ મૂકતા જોઈ હતી. આ નાની છોકરી તેની મા સાથે મારા ઘરે આવી હતી. આ છોકરી મારી પાસે બ્લેક ફિલ્મમાં નાની છોકરીના રોલ માટે ઓડિશન આપવા આવી હતી. મેં મારા કાસ્ટિંગ ડાયરેક્ટરને તેને ન લેવા કહ્યું હતું. કારણ કે હું તેને બીજી કોઈ ફિલ્મ માટે સાચવવા માંગુ છું. આ છોકરીમાં કંઈક ખાસ છે.ભણસાલીએ આગળ કહ્યું , 'હું તે છોકરીને જોતો રહ્યો અને તે મને જોતી રહી.' ત્યાર બાદ મેં તેને ડોલા રે ડોલા પર ડાન્સ કરવાનું કહ્યું કારણ કે હું તે જોવા માંગતો હતો કે તેનામાં હિરોઈનના કેટલા ગુણ છે.તે રંગ ઉડાડતી મારી સામે આવી અને મેં તેને રણબીર કપૂર સાથે કામ પર લગાવી દીધી. રણબીર કપૂર તે સમયે મને 'બ્લેક' ફિલ્મ માં આસિસ્ટ કરી રહ્યો હતો.
અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’ જોઈને ભાવુક થઈ ગયો આમિર ખાન, ફિલ્મ ને લઇ ને કહી આ વાત; જાણો વિગત
તમને જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે અને આલિયા ભટ્ટ આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર સાથે કામ કરતી જોવા મળશે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે અને ચાહકો હવે આ ફિલ્મના ટ્રેલર ની રાહ જોઈ રહ્યા છે.