ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર,
દક્ષિણ મુંબઈમાં સી.પી.ટેન્કમાં આવેલા ચોકને ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વર્ગીય જયંવતીબહેન મહેતાનું નામ આપવામાં આવ્યું હતું.
સ્થાનિક ભાજપના નગરસેવક અતુલ શાહના નેતૃત્વમાં તેમના વિસ્તારમાં આવેલા આ ચોકનું નામકરણ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઈકના હસ્તે કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ભાજપના અનેક નેતાઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
કોરોના મહામારી દરમિયાન મુંબઈ મનપાની તિજોરી છલકાઈ, ફિક્સ ડિપોઝિટમાં થયો આટલા ટકાનો વધારો… જાણો વિગત
દક્ષિણ મુંબઈના ગુજરાતી વિસ્તારમાં જ નહીં પણ મુંબઈના ગુજરાતીઓની સાથે જ ભાજપમાં જયવંતીબહેન મહેતા અત્યંત લોકપ્રિય રહ્યા હતા. ભાજપમાં એકદમ નાના પદેથી કારકીર્દી ચાલુ કરીને કેન્દ્રીય પ્રધાન પદ સુધી પહોંચેલા જયંવતીબહેન મહેતાનું લાંબી બીમારી બાદ સાત નવેમ્બર 2016માં અવસાન થયું હતું. વાજપેઈ સરકારમાં તેઓ કેન્દ્રીય પ્રધાન પદ સુધીની મજલ કાપી હતી.
દક્ષિણ મુંબઈમાં ખાસ કરીને કાલબાદેવી, મુંબાદેવીમાં તેઓ સ્થાનિક લોકોની નાનીથી મોટી દરેક સમસ્યાઓ મુદ્દે લડીને તેમને ન્યાય અપાવવામાં જયંવતીબહેન હંમેશાથી અગ્રેસર રહ્યા હતા.