289
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
માધબી પુરી બુચને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અજય ત્યાગીનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે એટલે તેમના સ્થાને તેમની નિમણૂક કરવામાં આવી છે.
માધબી પુરી બુચને ત્રણ વર્ષ માટે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
માધબી પુરી અગાઉ સેબીના ભૂતપૂર્વ સભ્ય રહી ચૂક્યા છે.
આ પહેલીવાર છે કે, જ્યારે પ્રાઈવેટ સેક્ટરમાંથી કોઈ મહિલાને માર્કેટ રેગ્યુલેટરની મહત્વની પોસ્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે માધબી પુરીએ પોતાના કરિયરની શરૂઆત ICICI બેંકથી કરી હતી. તેણી 2011 સુધી ICICI સિક્યોરિટીઝમાં MD અને CEOના પદ પર રહી હતી.
હવે દૂધ પીતાં પહેલા કરવો પડશે વિચાર, અમુલે દૂધના ભાવમાં આટલા રૂ. નો કર્યો વધારો, જાણો નવા ભાવ
You Might Be Interested In