ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
મુંબઈમાં હાઈરાઈસ ઈમારતોમાં આગ લાગવાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, તેથી ઊંચા ટાવરમાં રહેનારા લોકોની સુરક્ષાને લઈને ફરી સવાલ નિર્માણ થઈ રહ્યાં છે. આજે બપોરના પૂર્વ ઉપનગરના કાંજુરમાર્ગમાં આવેલી એક રહેણાંક ઈમારતના નવમા અને દસમા માળે આગ ફાટી નીકળી છે..
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ કાંજુરમાર્ગ(પૂર્વ)માં એન.જી.રોયલ પાર્કમાં 10 માળની બિલ્ડિંગ આવેલી છે. બપોરના લગભગ 1.17 વાગે ઈમારતના બી વિંગમાં નવમા અને દસમા માળે અચાનક આગ ફાટી નીકળી હતી.
#WATCH | Maharashtra: A level 2 fire breaks out in NG Royal Park area in Kanjurmarg of Mumbai. Around 10 fire tenders are present at the spot. Fire fighting operations are underway. pic.twitter.com/qUGk4j4Crd
— ANI (@ANI) February 28, 2022
ઘટના સ્થળે ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડીઓ, બે વોટર ટેન્કર સહિત પહોંચી ગઈ અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ ચાલુ કર્યા છે. મોડી બપોર સુધી આગમાં કોઈ જખમી થયું નથી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના આગ લાગી હોવાનું માનવામાં આવે છે.
આગને કારણે ઉપરના માળા પર આવેલા ઘર બળીને ખાખ થઈ ગયા. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ફાયરબ્રિગેડની આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે.