ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
સતત ચોથા દિવસે, આવકવેરા વિભાગ (IT)ની ટીમે શિવસેનાના નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે છાપામારી ચાલુ જ રાખી હતી. ચાર દિવસની તપાસ બાદ હાથમાં શું લાગ્યું છે તે બાબતે હજી સુધી સત્તાવાર રીતે IT એ કોઈ જાહેરાત કરી નથી. IT ની ધાડને પગલે યશવંત જાધવના ઘરની બહાર મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. IT ની ટીમે 27 ફેબ્રુઆરીએ યશવંત જાધવના ઘરેથી બે કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. 27 ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગની એક ટીમે બે બેગ જપ્ત કરી હતી અને દસ્તાવેજો અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા હતા. હજી સુધી આવકવેરા વિભાગની ટીમે સત્તાવાર રીતે દરોડાની વિગતો આપી નથી.
ઈન્કમ ટેક્સની ટુકડીએ 25 ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યે મુંબઈના મઝગાંવમાં યશવંત જાધવના ઘરે પહોંચી હતી. સોમવારે સતત ચોથા દિવસે તેમના ઘરે આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે. ઈન્કમટેક્સ ટીમે યશવંત જાધવની નજીકના સ્થાનિક શિવસેના યુનિયન સેક્રેટરી વિજય લિંચરે અને યશવંત જાધવના પુત્ર નિખિલ જાધવના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા.
BMCની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં બોલાશે સપાટો, એક સાથે આવશે આટલા પ્રસ્તાવ મંજૂરી માટે; જાણો વિગત
આ કેસની તપાસ કરતા પહેલા ઈન્કમ ટેક્સની ટીમે યશવંત જાધવને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો. જાધવના જવાબની પૂછપરછ કર્યા પછી, આવકવેરા વિભાગની ટીમ 25 ફેબ્રુઆરીથી તેમના ઘરની તપાસ કરી રહી હતી.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાએ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવ પર હવાલા દ્વારા 15 કરોડ રૂપિયા આરબ દેશોમાં મોકલવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે BMC ફંડ કલેક્ટર અને શિવસેના ફિક્સર અને યશવંત જાધવ વિમલ અગ્રવાલ બુલેટ પ્રૂફ જેકેટ કૌભાંડના બુકી છે. તેના ઘર પર પણ આવકવેરાના દરોડા પાડવામાં આવી રહ્યા છે.