‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે…’ ગીત સાચું પડ્યું! ભારતની આ નદીના પાણીમાં વહે છે સોનું, વૈજ્ઞાનિકો માટે પણ આ રહસ્ય હજુ વણઉકેલ્યું; જુઓ તસવીરો, જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,          

મંગળવાર, 

 ભારતમાં ૪૦૦થી પણ વધુ નાની મોટી નદીઓ વહે છે. દેશભરમાં વહેતી આ નદીઓની કોઈ ને કોઈ ખાસિયત ચોક્કસ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી નદી વિશે જણાવીશું જે સોનાની નદી કહેવાય છે. અહીં પાણીમાંથી સોનું નીકળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સેંકડો વર્ષો પછી પણ વૈજ્ઞાનિકોને એ ખબર નથી પડી કે આ નદીમાં સોનું કેમ વહે છે. એટલે કે નદીનું સોનું વૈજ્ઞાનિકો માટે હજુ પણ રહસ્ય છે.

ઝારખંડમાં વહેતી સ્વર્ણરેખા નદીમાં પાણીની સાથે સાથે સોનુ પણ વહેવાના કારણે તે સ્વર્ણરેખા નદીના નામથી ઓળખાય છે. ઝારખંડમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં સ્થાનિક આદિવાસીઓ આ નદીમાં સવારે જાય છે અને દિવસભર રેત ચાળીને સોનાના કણ ભેગા કરે છે. આ કામ અનેક પેઢીઓથી ચાલતું આવ્યું છે. તમાડ અને સારંડા જેવા અનેક વિસ્તારો છે જ્યાં પુરુષો, મહિલાઓ અને બાળકો સવારે ઉઠીને નદીમાંથી સોનું ભેગું કરવા જાય છે.

આ નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વહે છે અને તેનું ઉદ્‌ગમ ઝારખંડના રાંચી શહેરથી લગભગ ૧૬ કિમી દૂર છે. આ નદી સંલગ્ન એક ચોંકાવનારી વાત એ છે કે રાંચી સ્થિત આ નદી પોતાના ઉદ્‌ગમ સ્થળથી નીકળ્યા બાદ તે વિસ્તારની કોઈ પણ અન્ય નદીમાં જઈને મળતી નથી. પરંતુ તે નદી સીધી બંગાળની ખાડીમાં જઈને પડે છે. 

મુંબઈ NCBના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટનો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More