187
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022
શનિવાર
કર્ણાટક હિજાબ વિશે ચાલતો વિવાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો.
મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સતત હિજાબ પ્રતિબંધનો વિરોધ કરી રહી છે.
મળેલી માહિતી પ્રમાણે, પોલીસે તિમકુરમાં કલમ 144ના નિયમ તોડવાના આરોપમાં 10 છોકરી સામે ફરિયાદ નોંધી છે.
આ છોકરીઓ સામે આઈપીસીની કલમ 143, 145, 188 અને 149 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે કર્ણાટક હિજાબ વિવાદ કેસમાં છેલ્લા છ દિવસથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, પરંતુ હજી આ વિવાદ વિશે કોઈ ઉકેલ આવ્યો નથી.
જમ્મુ કાશ્મીરના આ જિલ્લામાં એન્કાઉન્ટર, બે આતંકીને ઢાળી દેવાયા, સેનાના આટલા જવાન થયા શહીદ
You Might Be Interested In