ગુલાબી નગરી જયપુરમાં સવાર સવારમાં આવ્યો ભૂકંપ, લોકોએ આટલી સેકન્ડ સુધી અનુભવ્યો આંચકો; જાણો કેટલી હતી તીવ્રતા 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

શુક્રવાર, 

રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે  સવારે ભૂકંપના આકરા ઝટકા અનુભવાયા છે. 

સવારે 8 વાગે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી છે.

લોકોએ આશરે 3 સેકન્ડ સુધી આંચકોનો અહેસાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

જો કે હજુ આ ભૂકંપથી કોઇ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી.

રિપોર્ટ મુજબ આ ભૂકંપના આંચકા સીકર અને ફતેહપુર સુધી અનુભવાયા હતા. 

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જયપુરથી 92 કિમી દૂર ઉત્તર પશ્ચિમમાં હતું.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે વિદેશ મંત્રાલયે કહી દીધી આ વાત; ભારતીયોના જીવ તાળવે; જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More