મુંબઈગરા માટે ખુશખબર, હવે એક જ કાર્ડથી બસ, ટ્રેન અને મેટ્રોમાં કરી શકાશે મુસાફરી; જાણો કેવી રીતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

સોમવાર.

બસ, ટ્રેન અને મેટ્રોમાં મુસાફરી કરતા મુંબઈગરાઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. મુંબઈવાસીઓ એક જ કાર્ડ પર બેસ્ટ, રેલવે અને મેટ્રોમાં મુસાફરી કરી શકશે. BEST ઉપક્રમ મુસાફરી માટે 'નેશનલ કોમન મોબિલિટી કાર્ડ' સુવિધા શરૂ કરશે. જેથી મુસાફરો એક જ કાર્ડનો ઉપયોગ કરીને  લોકલ ટ્રેન, બેસ્ટ બસ અને મેટ્રોમાં મુસાફરી કરી શકશે. આ સુવિધા આ મહિનાના અંત સુધી બેસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.  

અહીં ઉલ્લેખનીય છે કે, દરરોજ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી અનેક લોકો પોતપોતાના કામકાજ અર્થે મુંબઈ આવે છે. આ પ્રવાસ દરમિયાન તેમને ટિકિટ માટે લાંબી કતારમાં ઉભા રહેવું પડે છે. જેના કારણે તેમનો ઘણો સમય વેડફાતો હોય છે. આ કારણોસર બેસ્ટે આ સુવિધા આપવાનો પ્લાન તૈયાર કર્યો છે. વર્ષ 2020 માં આવી સિંગલ કાર્ડ સિસ્ટમ સુવિધા લાગુ કરવા માટે બેસ્ટ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ જ યોજનાને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ગ્રાહકોને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

શેરબજારમાં કડાકો! સપ્તાહના પહેલા ટ્રેન્ડિંગ દિવસે જ ઘટાડા સાથે કારોબાર પૂર્ણ થયો, સેન્સેક્સ 1700થી વધારે પોઈન્ટ તૂટીને આટલા હજારની નીચે, તો નિફ્ટી પણ….

બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાએ જણાવ્યું કે આ કાર્ડ માટે બેંક સાથે કરાર કરવામાં આવશે. આ સિંગલ કાર્ડના ઘણા ફાયદા થશે. હવે મુંબઈકરોને ખિસ્સામાં વધુ રોકડ રાખવાની જરૂર નહીં પડે. કાર્ડનો ઉપયોગ કરીને ટિકિટના પૈસા કાર્ડથી ચૂકવી શકાશે. જોકે આ માટે કાર્ડમાં પહેલાથી જ બેલેન્સ રાખવું પડશે. આ કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડ તરીકે કરી શકાય છે. આ કાર્ડ દ્વારા વીજળી બિલ સહિત અન્ય બીલો ચૂકવી શકાશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More