જિયો બાદ આજે આ ટેલિકોમ કંપનીની સેવા થઇ ઠપ્પ, બ્રાડબેંડ અને મોબાઈલ યુઝર્સ થયા પરેશાન

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

શુક્રવાર.

દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર અને કોલકાતામાં એરટેલનું નેટવર્ક ડાઉન છે. 

યૂઝર્સ સોશિયલ મીડિયા પર એરટેલનું નેટવર્ક બંધ થવા અંગે સતત ફરિયાદ કરી રહ્યા છે.

 ઇન્ટરનેટ આઉટેજ ટ્રેકર DownDetector  મુજબ આ આઉટેજના કારણે યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

એરટેલનું નેટવર્ક ડાઉન થતાં માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર #AirtelDown ટ્રેન્ડ થવા લાગ્યું છે.

એરટેલે ટ્વીટ કરીને પોતાના ગ્રાહકોની માફી માંગતા કહ્યું કે, અમારી ઇન્ટરનેટ સેવાઓમાં થોડા સમય માટે સમસ્યા આવી હતી અને તેનાથી તમને થયેલી અસુવિધાઓ માટે અમને ખેદ છે. 

હવે બધું જ યથાવત થઈ ગયું છે કેમ કે અમારી ટીમ અમારા ગ્રાહકોને સહજ અનુભવ આપવા માટે કામ કરે છે.

પંજાબ બાદ હવે મણિપુર ચૂંટણીની તારીખોમાં થયો ફેરફાર,  આ તારીખે થશે મતદાન; જાણો વિગતે 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More