નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારમાં નરમાશ, સેન્સેકસમાં 800 પોઈન્ટનું ગાબડું તો નિફ્ટી પણ…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

શુક્રવાર.

નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારમાં પણ ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે. 

બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે ને મોટા ઘટાડા સાથે શરૂઆતી કારોબાર કરતા નજરે પડી રહ્યા છે. 

સેન્સેક્સ 885.56 અંક ઘટીને 58,040.47 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 250.90 અંક ઘટીને 17,354.95 પર ટ્રેડ કરી રહ્યો છે. 

આજના કારોબારમાં બેંક, ફાઈનાન્શિયલ અને આઈટી શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે.

અમેરિકાના બજાર બે દિવસની તેજી બાદ તૂટ્યા હતા જેની અસર વિશ્વના અન્ય બજારો ઉપર પણ પડી છે.  

ગુરુવારે ઇન્ડેક્સ 58,926.03 અને  નિફટી 17,605 સ્તર પર બંધ થયો હતો.

તેલ અને તેલિબિયાના સ્ટોક લિમિટના આદેશને અમલમાં લાવવા કેન્દ્ર દબાણ લાવી રહી હોવાનો વેપારીઓનો આરોપ.. જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More