ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર.
દર વર્ષે કરોડો રૂપિયાનો ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમની રકમ પાછી કરી છે. જેણે રિર્ટન ભર્યું છે. તેની રકમ કરદાતાના ખાતામાં જમા થશે એવું બુધવારે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું.
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પહેલી એપ્રિલ, 2021 અને સાત ફેબ્રુઆરી, 2022 વચ્ચે, આવકવેરા વિભાગે 1.87 કરોડ કરદાતાઓને 1.67 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રિટર્ન ચૂકવ્યા છે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 1,85,65,723 કેસમાં 59,949 કરોડ રૂપિયાના રિફંડ જારી કરવામાં આવ્યા છે. 2,28,100 કેસમાં રૂ. 1,07,099 કરોડના કોર્પોરેટ ટેક્સ કરદાતાઓને પાછા કરવામાં આવ્યા છે. તે પ્રમાણે જ વર્ષ 2021-22 માટે 1.48 કરોડ કેસમાં 28,704.38 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છેતમે પણ અહીં તમામ રિફંડ સ્ટેટ્સ જોઈ શકો છો.
GST ટેક્સ ક્રેડિટના ઉપયોગ પર પ્રતિબંધથી વેપારીઓ મુશ્કેલીમાઃ જાણો વિગત,
ઈન્કમ ટેક્સ પોર્ટલ પરથી ટેક્સ રિટર્નની સ્થિતિ ચેક કરી શકાય છે. સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઇટ www.incometax.gov.in પર જવું પડશે. અહીં તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખવો પડશે. એકવાર તમે લોગ ઇન કરી લો, પછી તમે ઇ-ફાઇલિંગ વિકલ્પ જોશો. ઈ-ફાઈલ વિકલ્પમાં તમારે આવકવેરા રિટર્ન પસંદ કરવાનું રહેશે. આગળ, ફાઈલ રીટર્ન જુઓ ક્લિક કરવું. હવે તમારા ITRની નવી વિગતો આવશે. પછી તમે તમારા ITRનું સ્ટેટસ જોશો. અહીં તમે પાછા કરવામાં આવેલી ટેક્સની રકમની તારીખ અને રકમ જોઈ શકશો. આ ઉપરાંત, તમારા રિફંડ ક્લિયરન્સની માહિતી પણ ઉપલબ્ધ રહેશે.