ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 ફેબ્રુઆરી 2022
ગુરૂવાર
ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. ફિલ્મ નિર્માતા સેમ ફર્નાન્ડિસે આદિત્ય પંચોલી પર દુર્વ્યવહાર, ધમકી અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. સેમ ફર્નાન્ડિઝે મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંચોલી વિરુદ્ધ હોટલમાં કથિત રીતે દુર્વ્યવહાર, ધમકી અને મારપીટ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પોલીસે જણાવ્યું કે આદિત્ય પંચોલીએ પણ ક્રોસ ફરિયાદ નોંધાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેમ ફર્નાન્ડિસ આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ સાથે ફિલ્મ બનાવવા માંગતા હતા.
Film producer Sam Fernandes has lodged a complaint at Mumbai's Juhu police station against actor Aditya Pancholi (in file photo) for allegedly abusing, threatening & assaulting him at a hotel. Pancholi has also lodged a cross-complaint: Police pic.twitter.com/95wuNYalS5
— ANI (@ANI) February 9, 2022
સેમના કહેવા પ્રમાણે, 'સૂરજ પંચોલી સાથેની ફિલ્મની જાહેરાત વર્ષ 2019માં કરવામાં આવી હતી. તેણે 12 દિવસ સુધી શૂટિંગ પણ કર્યું. જો કે, આ પછી લોકડાઉન થયું અને પરિસ્થિતિ બદલાઈ ગઈ. ફિલ્મમાં રોકાણ કરનારા પણ સૂરજ સાથે ફિલ્મ કરવા બિલકુલ તૈયાર નહોતા. મેં આ મામલે સૂરજ પંચોલીને કહ્યું કે શું હું અન્ય કોઈ અભિનેતા સાથે ફિલ્મ બનાવી શકું? આ ફિલ્મ એક હેવીવેઇટ બોક્સરની બાયોપિક છે. આદિત્યએ કહ્યું કે તે સૂરજને ફિલ્મમાં રાખવા માટે પૈસાની વ્યવસ્થા કરી શક્યો નથી. ફિલ્મનું બજેટ 25 કરોડ રૂપિયા છે.