ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન પુલ બનાવવામાં આવી રહ્યો છે, જે હાલમાં પૂર્ણતાના આરે છે. 1.3 કિલોમીટર લાંબા આ બ્રિજને જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદીના તળથી 359 મીટર ઊંચો હોવાને કારણે વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલનો દરજ્જો મળ્યો છે. ખાસ વાત છે કે દુનિયાનો કોઈ રેલવે પુલ આટલો ઊંચો નથી. એક તો આ હિમાલયી પ્રદેશમાં છે. આ રેલવે આર્ક બ્રિજની ઊંચાઈ ફ્રાંસની રાજધાની પેરીસના એફિલ ટાવરથી 35 મીટર વધારે છે. તે એટલું ઊંચું છે કે તેના પર વાદળો જોઈ શકાય છે.

પ્રાપ્ત જાણકારી મુજબ દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ચિનાબ બ્રિજની તસવીર શેર કરી, જેની સાથે તેમણે લખ્યુ, વાદળ પર દુનિયાનો સૌથી ઊંચો મેહરાબદાર ચિનાબ બ્રિજ. આ અદભૂત દ્રશ્ય છે… અને કોઈ પણ આની પર મુગ્ધ થઈ શકે છે. હરી-ભરી ઘાટીઓ વચ્ચે આ બ્રિજનો મેહરાવ દૂરથી જ જોવા મળે છે… જેની પર વાદળ કે ધુમ્મસ છવાઈ જાય છે તો આ વધુ મનમોહક લાગે છે.

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, બ્રિજની માળખાકીય વિગતો માટે 'ટેકલા' સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિજનું સ્ટ્રક્ચરલ સ્ટીલ -10 ડિગ્રી સેલ્સિયસ સુધી સહન કરી શકે છે. આ પરિયોજનામાં જે પ્રકારે ઇન્ડિયન રેલવે ની શાનદાર એન્જીનીયરીંગ જોવા મળી છે, આ એટલે પણ ખાસ છે કારણ કે ચિનાબ બ્રીજ જ્યાં બની રહ્યો છે તેની આસપાસના પહાડોની જમીન ઘણી કાચી છે. આવામાં, કાચા પહાડો તથા ચટ્ટાનો વચ્ચે આટલા મોટા પુલનું નિર્માણ કરવું, ખુદમાં જ એક મિસાલ તથા ચમત્કાર છે. હવે આ કામ પૂરું થવાની કગાર પર છે.

આ પુલનુ નિર્માણ ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલવે લિંક પરિયોજનાના એક ભાગમાં કરવામાં આવ્યુ છે. ભાજપ સરકારનુ કહેવુ છે કે આ મોટા પુલને બનાવવાનો ઉદ્દેશ્ય કાશ્મીર ખીણ સાથે કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાનો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા પણ કૂ એપ પર આ પુલ અને તસવીર શેર કરવામાં આવી છે.
