ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મહારાષ્ટ્રમાં ભાજપના 12 વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા તમામ 12 ભાજપના ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કર્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપે તેને સત્યનો વિજય ગણાવ્યો હતો.
પાંચ જુલાઈ, 2021 ના રોજ ભાજપના 12 ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષનું અપમાન કરવા અને તત્કાલીન અનુસૂચિત જાતિના અધ્યક્ષ ભાસ્કર જાધવનું અપમાન કરવા બદલ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ભાજપે સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. કોર્ટે ભાજપના ધારાસભ્યોના નિલંબધને સરકારના નિર્ણયને રદ કર્યો હતો.
આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા પર સુનાવણી દરમિયાન ઠાકરે સરકારને ફટકાર લગાવી હતી. ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવા યોગ્ય નથી. કારણ કે એક ધારાસભ્યને સસ્પેન્ડ કરવું એ માત્ર સમગ્ર મતવિસ્તારનું સસ્પેન્શન નથી. પરંતુ મતદારને પણ આ એક પ્રકારની સજા છે, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.
લોકશાહીમાં આવું નિલંબન કરવાનું ખોટું પગલું હોઈ શકે છે. ધારાસભ્યોને 60 દિવસથી વધુ સમય માટે સસ્પેન્ડ કરવા એ તેમના પર પ્રતિબંધ લગાવવા સમાન છે. તેથી, કોઈપણ મતવિસ્તાર માટે છ મહિનાથી વધુ સમય સુધી પ્રતિનિધિત્વ વિનાનું રહેવું અયોગ્ય છે. તેથી જ ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનું ખોટું છે," એવું પણ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું.
મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણયઃ વાઈન હવે આ દુકાનોમાં પણ વેચાતી મળશે; જાણો વિગત,
ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય ગિરીશ મહાજને કહ્યું કે સરકારે ષડયંત્ર રચ્યું હતું. સુપ્રીમ કોર્ટનો નિર્ણય એકદમ સાચો છે. અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો હતો આ નિર્ણય ઐતિહાસિક છે. મહાજને કહ્યું કે સરકારનો નિર્ણય તાનાશાહી છે. રાજકીય સગવડ માટે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે હવે ચાલશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું. તો વિધાનસભાના વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે આ ચુકાદાને સત્યનો વિજય ગણાવ્યો હતો.
ગયા વર્ષે જુલાઈમાં ચોમાસુ સત્રના પહેલા દિવસે OBC આરક્ષણ પર ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. ઠરાવ કેન્દ્ર સરકાર પાસેથી ઈમ્પિરિયલ ડેટા મેળવવા અંગેનો હતો. આ ઠરાવનો ભાજપના ધારાસભ્યોએ જોરદાર વિરોધ કર્યો હતો. આ સમયે ભાજપના કેટલાક ધારાસભ્યોએ ગૃહમાં હંગામો કર્યો હતો. વિધાનસભા અધ્યક્ષની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ત્યારબાદ ભાજપના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની ગતિ ધીમી પડી, આજે આટલા નવા કેસ આવ્યા સામે; સૌથી વધુ આ શહેરમાં
સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં આશિષ શેલાર (બાંદ્રા પશ્ચિમ), અભિમન્યુ પવાર (ઔસા), ગિરીશ મહાજન (જામનેર), પરાગ અલવાણી (વિલે પાર્લે), અતુલ ભાતખાલકર (કાંદિવલી પૂર્વ), સંજય કુટે (જમોડ, જલગાંવ), યોગેશ સાગર (ચારકોપ), હરીશ પીંપલે (મુર્તિજાપુર), જયકુમાર રાવલ (સિંધખેડ), રામ સાતપુતે (માલશિરસ), નારાયણ કુચે (બદનપુર, જાલના), બંટી ભાંગડિયા (ચીમુર) નો સમાવેશ થાય છે.