ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જાન્યુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્રમાં મહિલાઓ પર અત્યાચારનું પ્રમાણ વધારે હોવાની વિરોધ પક્ષ સતત ટીકા કરતી હોય છે ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહિલાઓ સામેના અત્યાચારને રોકવા નિર્ભયા સ્કવોડનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહિલાઓ પર થતા અત્યાચાર અંગે પોતાનો ઉગ્ર અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો.
પ્રજાસત્તાક દિન નિમિતે ઉદ્ધવ ઠાકરેએ કાર્યક્રમમાં ઓનલાઈન હાજરી આપી હતી, એ દરમિયાન તેમણે કહ્યું કે આપણું મહારાષ્ટ્ર શિવાજી રાજાનું મહારાષ્ટ્ર છે અને આપણે તેમને માનીએ માનીએ છીએ. ઝાંસીની રાણીનો ઉલ્લેખ પણ આપણે કરીએ છીએ, પરંતુ સમાજમાં મહિલાઓને અનેક વિચિત્ર અનુભવો થાય છે. સ્ત્રીઓને આ અનુભવ ન હોવો જોઈએ. મહિલાઓ પર અત્યાચાર કરવાની શૈતાની વૃત્તિ નાબૂદ થવી જોઈએ.
દેશના આ રાજ્યમાં જિલ્લાઓની સંખ્યા થશે ડબલ, કેબિનેટે 13 નવા જનપદોને આપી મંજૂરી; જાણો વિગતે
એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપનારા ઉદ્ધવ ઠાકરેએ નિર્ભયા સ્ક્વોડનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, તેમણે કહ્યું હતું કે લોકોમાં આપોઆપ સંસ્કાર આવતા નથી. કેટલીકવાર તેમના પર કાયદાનું પાલન કરવું પડે છે. મહિલાઓ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. સતત પ્રગતિ તરફ દોડ મૂકી રહી છે. પરંતુ સમાજની અમુક ઘટનાઓને કારણે તેમના પર અત્યાચાર થાય છે. કોઈ ઘટના બને, અકસ્માત થાય, ચર્ચા થાય અને ફરી વાતાવરણ શાંત થઈ જાય. આવી ઘટનાઓ ન થવી જોઈએ. જો આવી ઘટનાઓ બને તો આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. તેથી જ અમે આજે આ સિસ્ટમ શરૂ કરી રહ્યા છીએ અને તે ગૌરવની વાત છે, એમ મુખ્યમંત્રી ઠાકરેએ જણાવ્યું હતું.