ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર.
મુંબઈ મહાનગરપાલિકાના ટ્રૉમ્બેના હાઈ લેવલ રિઝવિયરના ઈનલેટ્સ વાલ્વ બદલવાનું કામ મોટા પાયા પર કરવામાં આવવાનું છે. આ કામ ૨૭ જાન્યુઆરી, ૨૦૨૨ના સવારના ૧૦ વાગે ચાલુ થશે, જે ૨૮ જાન્યુઆરી, ૨૦૨૨ના વહેલી સવારના ચાર વાગે પૂરું થશે. તેથી આ સમય દરમિયાન એમ-પૂર્વ અને એમ-પશ્ચિમ વોર્ડમાં ૧૮ કલાક પાણી પુરવઠો બંધ રહેશે. તેથી પાણીનો સ્ટોક કરીને તેને વાપરવાની પાલિકાએ સલાહ આપી છે.
ગુરુવારના સવારના આ કામ ચાલુ થશે. તેથી ગુરુવારના એમ-પૂર્વ વોર્ડમાં ગોવંડીના ટાટા નગર, દેવનાર બીએમસી કોલોની, લલ્લુભાઈ કમ્પાઉન્ડ, હિરાનંદાની બિલ્ડિંગ, જોન્સન જેકબ માર્ગ, એસપીપીએલ બિલ્ડિગ, મ્હાડા બિલ્ડિંગ, મહારાષ્ટ્ર નગર, ગોવંડી ગાવ, દેવનાર વિલેજ, મંડાલા ગાવ, માનખુર્દ નેવી એરિયા, માનખુર્દ ગાવ. કોળીવાડા ટ્રૉમ્બે, કસ્ટમ માર્ગ, ચિતા કેમ્પ-ટ્રોમ્બે, દેવનાર ફાર્મ માર્ગ, બોરબાદેવી નગર, બી.એ.આર.સી. ફેકટરી એરિયા અને કોલીની એરિયાના વિસ્તારમાં સંપૂર્ણ પણે પાણી કાપ રહેશે.
કમોસમી વરસાદની અસર! મુંબઈમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, તાપમાનનો પારો હજુ ગગડશે, IMDએ કરી આ આગાહી
એમ-પશ્ચિમ વોર્ડમાં સાઈબાબા નગર અને શ્રમજીવી નગર, સુભાષ નગર, ચેમ્બુર ગાવઠણ, સુમન નગર, સિદ્ધાર્થ કોલોની, સ્વસ્તીક પાર્ક, ઘાટલા અમર નગર, મોતી બાગ ખારદેવ નગર, વૈભવનગર, મૈત્રી પાર્ક, અતૂર પાર્ક, ચેમ્બુર કેમ્પ, લાલવાડી અને લાલ ડોંગર એરિયાનો વિસ્તારમાં પણ ગુરુવારથી લઈને શુક્રવાર સવાર સુધી પાણી કાપ રહેશે.