બ્યૂટી ટિપ્સ: જો તમે શિયાળામાં ડેન્ડ્રફથી પરેશાન હોવ તો  અજમાવી જુઓ આ આયુર્વેદિક ઉપાયો; જાણો તેના ફાયદા  અને ઉપયોગ કરવાની રીત વિશે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022          
સોમવાર 
શિયાળામાં ત્વચાની સાથે વાળની ​​પણ કાળજી લેવી જરૂરી છે. આ સિઝનમાં ઠંડા પવનો અને પ્રદૂષણની અસર વાળ પર વધુ પડે છે. જ્યારે ઠંડા પવનો માથાની ચામડીનો  ભેજ છીનવી લે છે, ત્યારે નહાવાનું ગરમ ​​પાણી વાળને નબળા બનાવે છે, જેના કારણે વાળમાં ડેન્ડ્રફ વધવા લાગે છે. આ સિઝનમાં વાળમાં ડેન્ડ્રફની સાથે વાળ સુકા અને નબળા પડી જાય છે અને તૂટવા લાગે છે.શિયાળામાં વાળની ​​આ બધી સમસ્યાઓનો ઉપચાર આપણે શેમ્પૂથી કરીએ છીએ. ઘણી વખત કોસ્મેટિક ઉત્પાદનોના વધુ પડતા ઉપયોગને કારણે તેની આડઅસર પણ વાળ પર જોવા મળે છે. જો તમે શિયાળામાં ડેન્ડ્રફ અને વાળ ખરવાથી પરેશાન છો તો આ આયુર્વેદિક ઉપાય અપનાવો.આયુર્વેદિક સારવારથી તમે ન માત્ર ડેન્ડ્રફથી છુટકારો મેળવશો, પરંતુ તમારા વાળ પણ સ્વસ્થ અને સુંદર બનશે. ચાલો જાણીએ કે આયુર્વેદ અનુસાર તમે તમારા વાળના ડેન્ડ્રફની સારવાર કેવી રીતે કરી શકો છો.

નારિયેળ તેલ અને લીંબુની પેસ્ટ લગાવોઃ

જો તમે વાળના ખોડાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો નારિયેળના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને તમારા વાળમાં લગાવો. એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર નારિયેળ તેલ ડેન્ડ્રફને દૂર કરશે.લીંબુ અને નાળિયેર તેલની પેસ્ટ બનાવવા માટે,  નારિયેળ તેલને થોડું ગરમ ​​કરો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેને માથાની ચામડી પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. આ પેસ્ટને 1 કલાક માટે વાળમાં રહેવા દો અને પછી શેમ્પૂ કરો, તમને ડેન્ડ્રફથી છુટકારો મળશે.

દહીંથી ડેન્ડ્રફની સારવાર કરોઃ

જો તમે ડેન્ડ્રફથી પરેશાન છો અને વિવિધ પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરીને કંટાળી ગયા હોવ તો તમારા વાળમાં દહીં લગાવો. દહી વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરશે, સાથે જ વાળને મોઇશ્ચરાઇઝ કરશે.વાળમાં દહીં લગાવવા માટે એક કપ ખાટુ દહીં લો અને તેને ચમચી વડે પીસીને વાળના મૂળ સુધી લગાવો. એક કલાક માટે દહીંને વાળમાં રહેવા દો અને પછી વાળ ધોઈ લો. આ ટ્રીટમેન્ટથી તમને ડેન્ડ્રફથી છુટકારો મળશે, સાથે જ વાળ પણ સુંદર લાગશે.

એલોવેરા જેલથી ડેન્ડ્રફની સારવાર કરો:

એલોવેરા જેલ ડેન્ડ્રફને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. આ માટે એલોવેરાના કેટલાક પાન લો, તેને કાપી લો અને તેમાંથી જેલ કાઢી લો. આ જેલને સ્કાલ્પ પર લગાવો, હળવા હાથે મસાજ કરો અને અડધા કલાક પછી વાળ ધોઈ લો, તમને ડેન્ડ્રફથી છુટકારો મળશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More