ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર
કિસ્મત ક્યારે કોને સાથ આપે તેનો નમૂનો હાલ કેરળમાં જોવા મળ્યો છે. કોરોનાના કપરા સમયમાં એક સામાન્ય પેન્ટર ખરીદી કરવા નીકળ્યો અને ૫૦૦ના છુટા ન હોવાથી લોટરી ખરીદી અને એ જ દિવસે તેને તે કરોડ પતિ બની ગયો.
કેરળના કોટ્ટયમના વતની ૭૭ વર્ષીય સદાનંદન ઓલીપારમ્બિલ સરકારની ક્રિસમસ-ન્યૂ યર લોટરી જીતીને ૧૨ કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીતીને ચર્ચામાં છવાયા છે. રવિવારની સવાર હતી અને સદાનંદન શાકભાજી લેવા ઘરેથી નીકળ્યા હતા. ૫૦૦ રૂપિયાના છુટા ન હોવાથી. તેણે દુકાનદાર પાસેથી લોટરી લીધી. આ એક પલે સદાનંદની જિંદગી બદલી નાખી.
સદાનંદન છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત લોટરીની ટિકિટો ખરીદતા હતા પરંતુ તેને ક્યારેય લોટરી લાગી ન હતી. જો કે આ વખતે તેમણે બમ્પર ઇનામ જીત્યું છે. સદાનંદનને ૫૦૦ રૂપિયાની છુટા જાેતા હતા આથી સેલ્વાન નામના સ્થાનિક લોટરી વિક્રેતા પાસેથી લોટરી ટિકિટ ખરીદી. બપોરે તેને ખબર પડી કે જે છુટા માટે તેણે ટિકિટ ખરીદી હતી તેણે કલાકોમાં તેને કરોડપતિ બનાવી દીધા.
સદાનંદન તેમની પત્ની અને બાળકો સાથે કુદયમપાડી પાસે એક નાનકડા મકાનમાં રહે છે. તે વ્યવસાયે ચિત્રકાર છે, કોરોનાકાળમાં તેમનું જીવન મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યુ હતુ. તે કહે છે- હવે હું મારું પોતાનું સરસ ઘર બનાવવા માંગુ છું અને મારા બાળકોનું ભવિષ્ય બનાવવા માંગુ છું. રકમ કેવી રીતે ખર્ચવી તે તેના બે પુત્રો સનીશ અને સંજય સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરશે. અત્યારે તો આ પરિવાર મારે ખુશીના પલ છે.
Join Our WhatsApp Community