332
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની બાદ હવે ભાજપે પણ પંજાબની ચૂંટણીઓને કરવાની માગણી કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મહાસચિવ સુભાષ શર્માએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે પંજાબમાં ચૂંટણી રવિદાસ જયંતી પર જ યોજાવા જઇ રહી છે.
લાખો મતદારો ગુરૂ રવિદાસની જયંતી ઉજવવા તેમના નિવાસ સ્થાન વારાણસી જશે અને તેથી તેઓ ચૂંટણીમાં મત નહીં આપી શકે.
એટલે ચૂંટણી પંચે પંજાબની ચૂંટણીઓની તારીખો બદલવી જોઇએ અથવા તેને સ્થગિત કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે અગાઉ સીએમ ચરણજીત સિંહે ચૂંટણી પંચને પત્ર લખીને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો લંબાવવાની વિનંતી કરી હતી. જેને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું.
You Might Be Interested In