અમેરિકામાં ૧ દિવસમાં ૧૪ લાખથી વધુ કેસ આવતા હાહાકાર

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,13 જાન્યુઆરી 2022          

ગુરુવાર.

અમેરિકામાં કોરોના વાયરસના કેસોએ ફરી એકવાર રેકોર્ડ તોડ્યો છે. સોમવારે અહીં ૧૪ લાખથી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા ક્યારેય આટલા કેસ ન તો અમેરિકામાં નોંધાયા છે અને ન તો વિશ્વના અન્ય કોઈ દેશમાં. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ્‌સ અને ડેલ્ટા વેરિઅન્ટ્‌સનો ખતરો બિલકુલ ઓછો નથી. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ટ્રેકર અનુસાર, અમેરિકામાં1,481,375 નવા કોરોના કેસ નોંધાયા છે. 

આ સાથે અમેરિકામાં કુલ કેસની સંખ્યા વધીને 6,15,58,085 થઈ ગઈ છે. જ્યારે સોમવારે 1,906 મૃત્યુ બાદ કુલ મૃતકોની સંખ્યા 8,39,500 પર પહોંચી ગઈ છે. સોમવારના રોજ સૌથી વધુ કેસ નોંધાયા હતા કારણ કે ઘણા રાજ્યો વીકએન્ડ પર આ મામલે જાણ કરતા નથી જે દિવસે રેકોર્ડ કેસ સામે આવ્યા તે જ દિવસે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા પણ રેકોર્ડ બ્રેક રહી હતી. માત્ર ત્રણ સપ્તાહમાં આ આંકડો બમણો થઈ ગયો છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે 1,41,000 લોકો હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે અગાઉ ગયા વર્ષે જાન્યુઆરીમાં આ આંકડો રેકોર્ડ 132,051 નોંધાયો હતો.

ડોક્ટરોને ટાર્ગેટ બનાવતો કોરોના. મહારાષ્ટ્રમાં આટલા ડોક્ટરો કોરોનાની ઝપેટમાં. આંકડો જાણી ચોંકી જશો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે જો આગામી બે મહિના સુધી ઈન્ફેક્શનના કેસ આ રીતે સામે આવતા રહે તો યુરોપની અડધાથી વધુ વસ્તી ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકે છે. આ સાથે ડબ્લ્યુએચઓએ કહ્યું કે ઓમિક્રોનને ફ્લૂ જેવી નાની બિમારી માની લેવી નહીં.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment