ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના-ભાજપ ફરી સામ સામે થઈ ગઈ છે. તેમાં પણ શરદ પવાર સામે ભાજપના નેતા દ્વારા કરવામાં ટિપ્પણીને લઈને શિવસેના અને ભાજપના નેતાઓ એકબીજા સામે શાબ્દિક યુદ્ધ છેડી દીધું હોવાનું જણાઈ રહ્યું છે.
શિવસેના સ્પોક પર્સન અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે ફરી ભાજપ પર નિશાન તાકતાં કહ્યું હતું કે શરદ પવાર પર તીખી ટિપ્પણી કરનારા ભાજપના નેતાએ પહેલા પોતાનું સ્તર શું છે તે જોઈ લેવું. તેમની આ ટીકાનો ભાજપના નેતા અને મહારાષ્ટ્રના વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે જોરદાર જવાબ આપતા કહ્યું હતું કે સંજય રાઉતે પણ આ જ વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે બેફામ નિવેદન કરવા પહેલા કરવો જોઈએ.
પંજાબના પૂર્વ સીએમ અમરિંદરસિંહ કોરોના પોઝીટીવ, ભાજપ ટેન્શનમાં…..
ભાજપના નેતાની સંજય રાઉતે ટીકા કરતા કહ્યું હતું કે શરદ પવારની ટીકા કરનારી વ્યક્તિ પોતે રાજકીય, સામાજીક સ્તરે તેટલો ઉંચો હોવો જોઈએ તેનું વ્યક્તિત્વ પણ તે કદનું હોવું જોઈએ. તેમની આ ટીકા સામે દેવેન્દ્ર ફડણવીસે સામે જોરદાર જવાબ આપતા કહ્યું હતું કે સંજય રાઉત કોના પ્રવક્તા છે તે અમને પહેલાથી જ ખબર છે. સંજય રાઉતે ભાજપને શીખવાડવા પહેલા પોતે વડાપ્રધાન પર બેફામ નિવેદન આપે છે ત્યારે તેમણે આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ.